નિવેદન@ગુજરાત: રાજ્યમાં ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ ? જાણો નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતના 2-3 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા થઈ ચૂક્યા છે તો ડીઝલના ભાવ પણ 100 રૂપિયાની નજીક છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, અન્ય રાજ્યો વેટ પર વિચારશે ત્યારે ગુજરાત પણ વેટ મુદ્દે વિચારણા કરશે. આ સાથે
 
નિવેદન@ગુજરાત: રાજ્યમાં ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ ? જાણો નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના 2-3 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા થઈ ચૂક્યા છે તો ડીઝલના ભાવ પણ 100 રૂપિયાની નજીક છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, અન્ય રાજ્યો વેટ પર વિચારશે ત્યારે ગુજરાત પણ વેટ મુદ્દે વિચારણા કરશે. આ સાથે અન્ય રાજ્યો વેટ ઘટાડશે તો ગુજરાત પણ વેટ ઘટાડશે તેવું કહ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર અન્ય રાજ્યો કરતા વેટ ઓછો છે અને જ્યારે અન્ય રાજ્યો વેટ પર વિચારશે ત્યારે ગુજરાત વેટ મુદ્દે વિચારણા કરશે. આ તરફ બીજા રાજ્ય વેટ ઘટાડશે તો ગુજરાત પણ વેટ ઘટાડશે તેવી વાત પણ કહી હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો