આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 370 અને 35-A કલમ હટાવતા પુર્વે ઠેર-ઠેર કર્ફ્યુ લગાવી સુરક્ષા વ્યવસ્થા ચાક-ચોબંધ કરી છે. અનિશ્નિત સમય સુધી લેન્ડલાઇન ફોન અને ઇન્ટરનેટ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. જેનાથી પરીવહન અને રોજીંદી જીવન વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. સરકારે રાજય અંદર અને રાજય બહારથી કોઇ ચુક ઉભી ન થાય તે માટે જડબેસલાક પોલીસ અને જવાનોની ટુકડી લગાવી દીધી છે.

દેશભરમાં રોમાંચનો માહોલ છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં રોજીંદી વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે 370 અને 35-A કલમ અંગે લીધેલા નિર્ણયને પગલે કોઇ અયોગ્ય ઘટના ન બને તે માટે આખા રાજયમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દીધો છે. આખા રાજયમાં કલમ ૧૪૪ લગાવી દેતા ઠેર-ઠેર કર્ફ્યુ અને ચાં૫તી સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દીધી છે. જેનાથી જમ્મુ અને કાશ્મીર રાજયનો આંતરીક સંદેશા વ્યવહાર પણ ખોરવાઇ ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સોમવારે નિર્ણય લીધા બાદ હજુ સુધી રાજયમાં કાયદો અને વ્યવસ્થા યથાવત હોવા પુરતા સમાચાર છે. ટેલીફોન અને ઇન્ટરનેટ બંધ કરતા કાશ્મીરથી ખાસ કોઇ મોટા સમાચાર મળતા નથી. આવા સંજોગોમાં ટુંક સમય માટે કાશ્મીર ગયેલા અન્ય રાજયોના લોકોનો સંપર્ક પરિવારો સાથે ખોરવાઇ ગયો છે. નિર્ણય ખુબ જ અસરકારક હોવાથી જમ્મુ અને કાશ્મીરમાં અનિશ્ચિત સમય સુધી કર્ફ્યુ અને ટેલીફોન સેવા ઠપ્પ રહેશે.

કાશ્મીરીઓના દીલની વાત હાલ પુરતી નહી આવે

જમ્મુ અને કાશ્મીર રાજયમાં સંદેશા વ્યવહાર અને પરીવહન વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આથી કેન્દ્રના 370 અને 35-A કલમ અંગેના કાશ્મીરીઓના દીલની વાત દબાઇ ગઇ છે. જયાં સુધી કેન્દ્ર સરકારને જરૂર લાગશે ત્યાં સુધી હાલની સ્થિતિ જાળવી રાખશે. આવી પરિસ્થિતિ વચ્ચે કાશ્મીરીઓના દીલમાં કેવી હલચલ અને વિચારો દોડી રહ્યા છે તે જાણવુ કઠીન બન્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code