ધો.10@પરિણામ: આવતીકાલે ગુજરાતના 11.59 લાખ વિદ્યાર્થીઓની રીઝલ્ટ પર બાજનજર

અટલ સમાચાર,અમદાવાદ રાજ્યમાં આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે. આવતી કાલે વહેલી સવારે 6 કલાકે gseb. org વેબસાઇટ પર પરિણામ જોવા મળશે. ધોરણ-10માં કુલ 11.59 લાખ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 7,054,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓ હતી. આ ઉપરાંત 6,222 ફિઝિકલ ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
 
ધો.10@પરિણામ: આવતીકાલે ગુજરાતના 11.59 લાખ વિદ્યાર્થીઓની રીઝલ્ટ પર બાજનજર

અટલ સમાચાર,અમદાવાદ

રાજ્યમાં આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે. આવતી કાલે વહેલી સવારે 6 કલાકે gseb. org વેબસાઇટ પર પરિણામ જોવા મળશે. ધોરણ-10માં કુલ 11.59 લાખ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 7,054,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓ હતી. આ ઉપરાંત 6,222 ફિઝિકલ ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10ની પરીક્ષામાં કુલ 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.

ધો.10@પરિણામ: આવતીકાલે ગુજરાતના 11.59 લાખ વિદ્યાર્થીઓની રીઝલ્ટ પર બાજનજર

21 મેના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જોવા મળશે. આ સાથે ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કસિટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરવામાં આવશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્ષોની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-2 ના અધિકારીઓને ઓબર્ઝવેશન માટે તૈનાત કરવામાં આવ્યાં હતા. વાહન વ્યવહાર સમયસર મળે તેવી પણ રાજયસરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.