ચોંક્યાં@વિજાપુર: પરીણિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ, પતિ-સાસુ-કાકાસસરા સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર વિજાપુર પંથકમાં પરીણિતાને તેના પતિ અને સાસરીયાઓએ જીવતી સળગાવવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ પરીણિતાના બનેવીને અકસ્માત થયો હોઇ ખબર પુછવા જવાનું કહેતાં મામલો બિચક્યો હોવાનું સામે આવ્યુ છે. જે બાદમાં પતિએ ઘરે આવી પરીણિતા સાથે મારઝૂડ કરી દિવાસળીથી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરીણિતાનો ડ્રેસ
 
ચોંક્યાં@વિજાપુર: પરીણિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ, પતિ-સાસુ-કાકાસસરા સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુર પંથકમાં પરીણિતાને તેના પતિ અને સાસરીયાઓએ જીવતી સળગાવવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ પરીણિતાના બનેવીને અકસ્માત થયો હોઇ ખબર પુછવા જવાનું કહેતાં મામલો બિચક્યો હોવાનું સામે આવ્યુ છે. જે બાદમાં પતિએ ઘરે આવી પરીણિતા સાથે મારઝૂડ કરી દિવાસળીથી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરીણિતાનો ડ્રેસ સળગાવતાં તેઓ હાથે-પગે ગંભીર રીત દાઝ્યા હતા. જે બાદમાં પરીણિતાના પિયરીયાઓ આવતાં સારવાર કરાવ્યા બાદ પતિ સહિત કુલ ત્રણ સાસરીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ તરફ વિજાપુર પોલીસે પરીણિતાના પતિ, સાસુ અને કાકાસસરાને હસ્તગત કરી વધુ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુરથી ચોંકાવનારી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ ચેતનાબેન રામુવન ગૌસ્વામીના લગ્ન 2013માં વિજાપુર રહેતાં જીગ્નેશગીરી સાથે થયા હતા. આજથી દસેક દિવસ પહેલાં પરીણિતાના બનેવીનો અકસ્માત થયો હોઇ તેમની ખબર-અંતર પુછવા જવા પરીણિતાએ પોતાના પતિને ફોન કરીને કહ્યુ હતુ. જેથી પતિએ ગુસ્સે થઇ ઘરે આવી પરીણિતાને ખરાબ ગાળો બોલી માર માર્યો હતો. જે બાદમાં પરીણિતાના સાસુ કોકિલાબેન અને કાકા સસરા ભરતભાઇએ ઉશ્કેરતાં પતિએ પરીણિતાને જીવતી સળગાવવા પ્રયાસ કર્યો હતો.

ચોંક્યાં@વિજાપુર: પરીણિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ, પતિ-સાસુ-કાકાસસરા સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદ મુજબ પરીણિતાના સાસુ અને કાકાસસરાએ તેમના પતિને ઉશ્કેરતાં આજે તો આને મારી જ નાખવી છે તેવુ કહી દિવાસળીની પેટી લઇને આવેલ. જે બાદમાં પરીણિતાના સાસુ અને કાકાસસરાએ તેના હાથ પકડી રાખ્યા બાદ પતિએ દિવાસળી મહિલાના ડ્રેસે આગ ચાંપતાં મહિલા દોડીને પોતાના રૂમમાં જઇ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં મહિલાના પિયરીયાઓ આવતાં પરીણિતાને સારવાર અર્થે ખસેડાઇ હતી. જે બાદમાં પરીણિતાએ તેના પતિ અને સાસુ-કાકા સસરા સામે વિજાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ વિજાપુર પોલીસે એક મહિલા સહિત 3 સામે આઇપીસી કલમ 307, 323, 504, 114, 498A મુજબ ફરીયાદ નોંધતાં સમગ્ર કેસની તપાસ PI ભાવનાબેન પટેલ ચલાવી રહ્યા છે.