સ્ટીંગ@મહેસાણાઃ ગરીબોનું અનાજ વેચાઈ ગયું, પુરવઠાના કૌંભાડની તપાસ શરૂ

અટલ સમાચાર, ગિરીશ જોશી. મહેસાણા મહેસાણાના સરકારી અનાજના ગોડાઉનથી આજે મંગળવારે બપોરે નિકળેલી ટ્રક દેદિયાસણ જીઆઈડીસીમાં પહોંચી હતી. લાભાર્થીઓ અને ગરીબોનું અનાજ બારોબાર વેચાણ થયું છે. ઘટનાસ્થળેથી લાઈવ રિપોર્ટીંગ કરી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અધિક કલેક્ટરને જાણ કરાયા બાદ પુરવઠા તંત્ર જાગ્યું હતું. તંત્રના આદેશને પગલે તાત્કાલિક અસરથી બે ટીમ રવાના કરી સરકારી અનાજની
 
સ્ટીંગ@મહેસાણાઃ ગરીબોનું અનાજ વેચાઈ ગયું, પુરવઠાના કૌંભાડની તપાસ શરૂ

અટલ સમાચાર, ગિરીશ જોશી. મહેસાણા

મહેસાણાના સરકારી અનાજના ગોડાઉનથી આજે મંગળવારે બપોરે નિકળેલી ટ્રક દેદિયાસણ જીઆઈડીસીમાં પહોંચી હતી. લાભાર્થીઓ અને ગરીબોનું અનાજ બારોબાર વેચાણ થયું છે. ઘટનાસ્થળેથી લાઈવ રિપોર્ટીંગ કરી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અધિક કલેક્ટરને જાણ કરાયા બાદ પુરવઠા તંત્ર જાગ્યું હતું. તંત્રના આદેશને પગલે તાત્કાલિક અસરથી બે ટીમ રવાના કરી સરકારી અનાજની શોધખોળ શરૂ કરાઈ છે.

સ્ટીંગ@મહેસાણાઃ ગરીબોનું અનાજ વેચાઈ ગયું, પુરવઠાના કૌંભાડની તપાસ શરૂ

મહેસાણા જિલ્લા પંચાયતની બાજુમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનથી સરકારી અનાજ ગરીબો સુધી પહોંચે છે. અનાજનો જથ્થો પંથકની સસ્તા અનાજની દુકાને પહોંચવા સાથે કેટલોક બારોબાર વેચાઈ રહ્યો છે. અટલ સમાચાર ન્યૂઝ પોર્ટલ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી પુરવઠાના ગોડાઉનથી નીકળેલી ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો.

સ્ટીંગ@મહેસાણાઃ ગરીબોનું અનાજ વેચાઈ ગયું, પુરવઠાના કૌંભાડની તપાસ શરૂ

સરકારી અનાજનો જથ્થો કાગળ ઉપર જોટાણા પંથકમાં પહોંચતો કરવાનું દર્શાવી ટ્રક દેદિયાસણ જીઆઈડીસીમાં પહોંચી હતી. જ્યાં ખાનગી વેપારીને સરકારી અનાજનો જથ્થો વેચાણ કરવા ટ્રક જીઆઈડીસીના પ્લોટમાં ઘૂસી હતી. સમગ્ર ઘટનાક્રમનો વિડીયો લઈ કૌભાંડ બહાર પડતું હોવાનું જાણી કોન્ટ્રાક્ટર અને ખાનગી વેપારી હરકતમાં આવ્યા હતા.

સરકારી અનાજનું બારોબાર વેચાણ થતું હોવાની વિગતો માટે ઘટનાસ્થળેથી જ ગોડાઉનના મહિલા મેનેજરને જાણ કરતા કોન્ટ્રાક્ટર ઉપર બધુ છોડી દીધું હતું. આ પછી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતા સરકારી સંપત્તિની ચોરી સામે નિરષતા દાખવી હોય તેમ વાત કરવાનું ટાળ્યું હતું. જોકે, ગરીબોનું અનાજ બારોબાર વેચાણ થતું હોઈ અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા પુરવઠા અધિકારી ઉપર દબાણ આવતા તાત્કાલિક અસરથી તપાસ માટે ટીમ રવાના કરવામાં આવી હતી. જેમાં એક ટીમ પુરવઠાના ગોડાઉન ઉપર જ્યારે બીજી ટીમ અનાજનું બારોબાર વેચાણ થતા સ્થળે પહોંચી હતી.

આ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વેપારી સુધી પહોંચેલ અનાજના નમૂના લેવાયા છે અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. જ્યારે સસ્તા અનાજની દુકાને જથ્થો પહોંચ્યો છે કે નહિ તે માટે રાત્રિ છતાં તપાસ કરીએ છીએ.

ગોડાઉન મેનેજરની ભૂમિકા શંકાસ્પદ

સમગ્ર મામલે મહેસાણા સરકારી ગોડાઉનના મહિલા મેનેજરને અટલ સમાચાર ન્યૂઝ પોર્ટલ દ્વારા લાઈવ રિપોર્ટીંગના ભાગરૂપે વિગતો આપી હતી. જેમાં તપાસ કરવાનું કહી થોડીવાર બાદ ફોન કરવા જણાવ્યું હતું. જેથી ગણતરીની મિનિટો બાદ ફોન કરતા સમગ્ર બાબત કોન્ટ્રાક્ટરની જવાબદારી હોવાનું કહી સરકારી અનાજના ચોરીની વાત સામે બેદરકારી દાખવી હતી. આનાથી ગોડાઉન મેનેજરની ભૂમિકા શંકાસ્પદ બની છે.