શેરબજારઃ ઘટાડા સાથે ખુલેલ શેર માર્કેટ, સેન્સેક 132થી નબળા સંકેત

અટલ સમાચાર, ડેસ્ક ગ્લોબલ બજારોમાં મળેલા નબળા સંકેતોથી આજે ભારતીય શેર માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઇ. કારોબારની શરૂઆતમાં સેંસેક્સ 131.81 અંક એટલે કે, 0.36 ટકાનાં ઘટાડા 36,568.03 પર અને નિફ્ટી 47.20 અંક એટલે કે 0.43 ટકાનાં ઘટાડા સાથે 10,815.40 પર ખુલ્યો. આજના કારોબારમાં દિગ્ગજ શેરોની સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. બીએસઇનું સ્મોલકૈપ
 
શેરબજારઃ ઘટાડા સાથે ખુલેલ શેર માર્કેટ, સેન્સેક 132થી નબળા સંકેત

અટલ સમાચાર, ડેસ્ક

ગ્લોબલ બજારોમાં મળેલા નબળા સંકેતોથી આજે ભારતીય શેર માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઇ. કારોબારની શરૂઆતમાં સેંસેક્સ 131.81 અંક એટલે કે, 0.36 ટકાનાં ઘટાડા 36,568.03 પર અને નિફ્ટી 47.20 અંક એટલે કે 0.43 ટકાનાં ઘટાડા સાથે 10,815.40 પર ખુલ્યો.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોની સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. બીએસઇનું સ્મોલકૈપ ઇન્ડેક્સ 0.04 ટકા અને મિડકૈપ ઇન્ડેક્સ 0.07 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

બેંક અને મેટલ શેરોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. નિફ્ટીમાં મેટલ ઇન્ડેક્સમાં 0.92 ટકાનોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે . બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં 60 અંકનાં ઘટાડા સાથે 27588ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ત્યાં જ આઇટી ઇન્ડેક્સ 0.06ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.