મહેસાણા જીઆઈડીસીમાંથી એક્ટીવા અને લાંઘણજમાંથી 77 હજારની કેબલ ચોરી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની મોઢેરા ચોકડી પાસેની જીઆઈડીસી-1માંથી એક્ટીવાની ચોરી થવા પામી છે. જે અંગેની મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જીઆઈડીસીમાં આવેલ જુની પોસ્ટ ઓફીસની ખુલ્લી જગ્યાએથી વિશાલકુમાર બાબુલાલ ઠક્કરે પોતાનું એક્ટીવા પાર્ક કર્યું હતું. જેઓની નજર ચુકવી કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા હોન્ડા કંપનીનું એક્ટીવા કિ.રૂ.20,000નું ચોરી
 
મહેસાણા જીઆઈડીસીમાંથી એક્ટીવા અને લાંઘણજમાંથી 77 હજારની કેબલ ચોરી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની મોઢેરા ચોકડી પાસેની જીઆઈડીસી-1માંથી એક્ટીવાની ચોરી થવા પામી છે. જે અંગેની મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જીઆઈડીસીમાં આવેલ જુની પોસ્ટ ઓફીસની ખુલ્લી જગ્યાએથી વિશાલકુમાર બાબુલાલ ઠક્કરે પોતાનું એક્ટીવા પાર્ક કર્યું હતું. જેઓની નજર ચુકવી કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા હોન્ડા કંપનીનું એક્ટીવા કિ.રૂ.20,000નું ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ બાબતે વિશાલે મહેસાણા બીડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

લાંઘણજમાં વિવિધ લોકેશનથી 77 હજારની કેબલ ચોરી

ફરિયાદીઃ રાજેશકુમાર છોટુભાઇ ગઢવી ઉ.વ.૫૨ રહે.ગોજારીયા પેટા વિભાગીય કચેરી યુ.જી.વી.સી.એલ.નાયક ઇજનેર
જગ્યાઃ લાંઘણજ પોલીસ, મોજે ધાધુંસણ પઢારીયા ગામની સીમ પો.સ્ટે.થી ઉત્તરે કી.મી.૧૦ ગોજારીયા ઓ.પી
લાંઘણજ પોલીસ મથકે યુજીવીસીએલ ઈજનેર રાજેશકુમાર છોટુભાઈ ગઢવીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ધાધુંસણપઢારીયા ગામની સીમમાંતેમજ પઢારીયા-મેઉ ત્રણ રસ્તા નજીકથી અજાણ્યા ચોર ઈસમો કેબલ વાયરની ચોરી કરી ગયા હતા. તેમજ નારાયણ જ્યોતિગ્રામ ફીડરના 15 ગાળાના વાયરો મળી કુલ 77,350 રૂપિયાના વાયરોની ચોરી અંગે લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે અંગે પોલીસે કેબલ વાયર ચોરીના ઈસમોને પકડવા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.