આઇડીયાઃ ઘરેબેઠા લેપટોપ કે મોબાઇલમાં ઓનલાઇન આ રીતે પૈસા કમાઓ, આ પાર્ટ ટાઈમ બિઝનેસ આજે જ કરો શરૂ

આ વેબસાઈટ દ્વારા આ તમામ કામ કરીને સહેલાઈથી 25થી 50 ડોલર જેટલી કમાણી કરી શકો છો. એટલે કે તમે એક કલાક જેટલું કામ કરીને સહેલાથી લગભગ 3000 રુપિયાની આસપાસ કમાણી કરી શકો છો.
 
leptop

અટલ સમાચાર, ડેસ્ક


આજનો સમય એવો છે જેમાં ઘરખર્ચ કાઢવા માટે મોટાભાગના લોકોને પોતાની સેલેરી ઓછી પડે છે. મોંઘવારીના આ સમયમાં દરેક વ્યક્તિ ક્યાંથી એક્સ્ટ્રા ઇન્કમ થાય તેના માટે ચારેતરફ નજર દોડાવતો હોય છે. જો તમે પણ આવી જ કોઈ તકની શોધમાં હોવ તો તમારા માટે આ અહેવાલ ખૂબ જ કામ લાગી શકે છે. જો તમે પણ તમારી નોકરી ઉપરાંત વધારાની આવક કરવા માગો છો તો આજે અમે તમને એવા કેટલાક આઈડિયા આપીશું જ્યાં દર મહિને તમે સારી એવી કમાણી કરી શકો છો. એટલું જ નહીં આ માટે તમારે ઘરેથી બહાર નીકળવાની પણ જરુર નથી. આ બિઝનેસને તમે ટ્રાવેલ દરમિયાન, ગામડામાં, શહેરમાં અને ભણવા દરમિયાન પણ કરી શકો છો. આ માટે તમારી પાસે કોઈ મોટા ક્વોલિફિકેશન, સ્પેશ્યલાઇઝેશન કે સાધન સામગ્રીની પણ જરુર નથી. તમે પોતાના સ્માર્ટફોન અને લેપટોપ દ્વારા પણ આ કામ કરી શકો છોહકીકતમાં, આજના આ ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ મેઇલ આવતો રહે છે. ન જાણે કેટલા એસએમએસ દરરોજ આવતા રહે છે. ઘણા એવા મેસેજ અને મેઇલ હોય છે જેને આપણે વાચતા પણ નથી અને સીધા જ ડિલિટ કરી દઈએ છીએ. પરંતુ આ કામમાં તમારે એવા મેઇલ ડિલિટ નથી કરવાના પરંતુ તેને વાંચવાના છે. જો તમે આવા મેઇલ વાચવાનું શરું કરશો તો તમને મોટી કમાણી થઈ શકે છે. હવે આગળ સમજીએ કે આવા મેઇલ વાચવાથી તમને કઈ રીતે કમાણી થઈ શકે છે.
  

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વેબસાઈટ્સ વર્ષ 2002થી કામ કરી રહી છે. જેના પર તમે કોઈ ઇમેઇલ વાચીને રુપિયા કમાઈ શકો છો. એ ઉપરાંત તમે ઓફર્સ દ્વારા પણ વેબસાઈટ વિઝિટ કરીને રુપિયા કમાઈ શકો છો. આ વેબસાઈટ દ્વારા આ તમામ કામ કરીને સહેલાઈથી 25થી 50 ડોલર જેટલી કમાણી કરી શકો છો. એટલે કે તમે એક કલાક જેટલું કામ કરીને સહેલાથી લગભગ 3000 રુપિયાની આસપાસ કમાણી કરી શકો છો.

પૈસા લાઈવ ડોટ કોમ

આ વેબસાઈટમાં કંઈપણ રોકાણ કર્યા વગર તમે સહેલાઈથી કમાણી કરી શકો છો. જેવા તમે આ વેબસાઈટમાં એકાઉન્ટ બનાવશો તો તમને રુ.99 બોનસ તરીકે મળશે. આ ઉપરાંત તમે 20 મિત્રોનું એકાઉન્ટ બનાવો છો તો તમને 20 રુપિયા તરત જ મળી જશે. આ ઉપરાંત આ વેબસાઈટ પ્રત્યેક મેઇલ વાચવાના 25 પૈસાથી લઈને 5 રુપિયા સુધી આપે છે. તમને જણાવી દઈએ કે આ વેબસાઈટ 15 દિવસમાં એકવાર ચેકથી પેમેન્ટ કરે છે.
 

સેન્ડર અર્નિંગ ડોટ કોમ

આ વેબસાઈટથી રુપિયા કમાવવા માટે તમારે પોતાનું એકાઉન્ટ ખોલવું પડશે. અહીં એક ઈમેઇલ વાંચવા માટે તમને 1 ડોલર સુધીની રકમ ચૂકવવામાં આવી શકે છે. એટલે કે તમે સહેલાઈથી એક ઈમેઇલ વાચીને રુ.70 કમાઈ શકો છો. જોકે આ વેબસાઈટથી કમાણી માટે તેમાં દરરોજ વિઝિટ કરવી જરુરી છે. જો 6 મહિના સુધી વિઝિટ નથી કરતા તો તમારું એકાઉન્ટ પણ ડિએક્ટિવેટ થઈ જઈ શકે છે. અહીંથી તમારે પેમેન્ટ મેળવવા માટે લગભગ 2100 રુપિયા ઓછામાં ઓછા એકાઉન્ટમાં કમાવવા પડે છે.