jOB: BSFમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર, 90 જગ્યાની ભરતી બહાર પડી

ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે.
 
sena

અટલ સમાચાર, ડેસ્ક

બીએસએફમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બીએસએફ દ્વારા ભરતી નોટિફીકેશન બહાર પાડવામાં આવી છે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ), સબ ઇન્સ્પેક્ટર (વર્કસ) અને જુનિયર એન્જિનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ)ની વિવિધ પોસ્ટ માટે ભરતીની જાણકારી અપાઈ છે. આ ભરતી અંતર્ગત ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 90 છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લઇ શકે છે. ઓનલાઇન અરજી કરવાની 8-6-2022 છે.  રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

BSF Recruitment 2022 ખાલી જગ્યા :  ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ) – 1 પોસ્ટ, સબ ઇન્સ્પેક્ટર (વર્ક્સ) – 57 પોસ્ટ , જૂનિયર એન્જીનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ) – 32 પોસ્ટઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી હોવી જોઈએ અને આર્કિટેક્ટ્સ એક્ટ, 1972 હેઠળ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર સાથે નોંધણી હોવી ફરજિયાત છે.
 

સબ ઇન્સ્પેક્ટર (વર્ક્સ)

ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

 
જૂનિયર એનજીનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ)

ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે.

BSF Recruitment 2022:   વય મર્યાદા?

ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જરૂરી છે અને અન્ય પોસ્ટ્સ માટે વયમર્યાદા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

નોકરીની ટૂંકી વિગતો

જગ્યા    90
શૈક્ષણિક લાયકાત    તમામ પોસ્ટ માટે અલગ અળગ
અરજી ફી    200 રૂપિયા
પસંદગી પ્રક્રિયા    શારિરીક માપદંડ અને પરીક્ષા દ્વારા
અરજી કરવાની અંતિમ તારીખ    8-6-2022
ભરતીની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે      અહીંયા ક્લિક કરો
BSF Recruitment 2022: પગાર
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા માટે રૂ.44900થી રૂ.142400 સુધીનો પગાર મળવાપાત્ર છે, અને અન્ય ખાલી જગ્યાઓ માટે સંબંધિત બોર્ડમાંથી રૂ.35400 થી રૂ.112400નો પગાર મળવાપાત્ર છે.

 આ રીતે કરો પોસ્ટ માટે અરજી

-સૌ પ્રથમ બીએસએફની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.

-હોમ પેજ પરથી જાહેર નોટિફીકેશન પર ક્લિક કરો.

-હવે એપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.

-હવે એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

-ઉમેદવારોએ ફોર્મની એક પ્રિન્ટ આઉટ જરૂરથી કાઢી લેવી. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.