સરકારી યોજનાઃ PM જન-ધન ખાતા ધારકોને મફતમાં મળી રહી છે આ સુવિધા, આ રીતે મેળવો લાભ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક
  

જન-ધન ખાતા ધારકોને 2.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. જન-ધન ખાતા ધારકોને કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવા પર અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. ખાતાધારકોને 1,00,000 રૂપિયાનો અકસ્માત વીમો અને 30,000 રૂપિયાનો સામાન્ય વીમો આપવામાં આવે છે. જો ખાતાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સંદર્ભમાં જોઇએ તો જન-ધન ખાતા ધારક 2.30 લાખ રૂપિયા સુધી મેળવી શકે છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ સાર્વજનિક ક્ષેત્રની બેંકો સિવાય જો તમે ઇચ્છો તો તમે ખાનગી બેંકમાં તમારું જન-ધન ખાતું પણ ખોલાવી શકો છો. જો તમારી પાસે બીજું કોઈ બચત ખાતું છે, તો તમે તેને જન-ધન ખાતામાં પણ કન્વર્ટ કરી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે, તે જન-ધન ખાતું ખોલાવી શકે છે.

સરકારની પીએમ જન-ધન યોજનાને 7 વર્ષ પૂર્ણ થયા છે. સરકારની આ યોજનાને સામાન્ય જનતાએ ખૂબ પસંદ કરી છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાંની સંખ્યા થોડા વર્ષોમાં ત્રણ ગણી થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસે  ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે પીએમ જન-ધન યોજનાના ખાતામાં ત્રણ ગણો વધારો થયો છે. આપને જણાવી દઈએ કે માર્ચ 2015માં જન-ધન ખાતાઓની સંખ્યા 14.72 કરોડથી વધીને અત્યારસુધીમાં 43 કરોડ થઈ ચૂકી છે. વિશ્વની આ સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલથી ગરીબ લોકો માટે બેંકોના દરવાજા ખુલી ગયા છે અને તેમને જન-ધન ખાતાની પાસબુક અને રુપે કાર્ડ મળ્યા છે. આ યોજના હેઠળ ખાતું ખોલ્યા પછી દરેકને સસ્તો વીમો, પેન્શન અને અન્ય નાણાકીય ઉત્પાદનોની સુવિધા આપવામાં આવે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જન-ધન ખાતું ખોલવા માટે KYC હેઠળ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે છે. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને જન-ધન ખાતું ખોલાવી શકાય છે: આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડ. કઇ બેંકોમાં ખોલી શકાય છે ખાતું? પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) હેઠળ, સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ખાતું વધુ ખોલવામાં આવે છે. તમે કોઈપણ સરકારી બેંકમાં જન-ધન ખાતું ખોલાવી શકો છો. પરંતુ, જો તમે ઇચ્છો તો, તમે ખાનગી બેંકમાં તમારું જન-ધન ખાતું પણ ખોલાવી શકો છો. ધનલક્ષ્મી બેંક, યસ બેંક, એચડીએફસી બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, ING વૈશ્ય, કોટક મહિન્દ્રા, કર્ણાટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક જન-ધન ખાતું ખોલવાની સુવિધા પ્રદાન કરે છે.