આયોજન@ગુજરાત: LJP સ્થાપક રામવિલાસ પાસવાનની 80મી જન્મ જયંતિની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓને બેન્ચ, સાયકલનું વિતરણ
અભ્યાસને પ્રોત્સાહન આપી લોકજનશક્તિ પાર્ટીએ સર્વ સમાજ પ્રત્યેની ફરજ પણ અદા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ભારતમાં દબદબો ધરાવતી અને ગુજરાતમાં પણ ખૂબ વર્ષોથી મજબૂત બનતી જતી લોકજનશક્તિ પાર્ટીએ તદ્દન નવી રીતનું આયોજન કરી વિકાસની નવી કેડી કંડારી છે. લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનની 80મી જન્મ જયંતિની ઉજવણી ગુજરાત એકમની લોકજનશક્તિ પાર્ટીએ અભ્યાસને સમર્પિત બનીને રજૂ કરી છે. વિદ્યાર્થીઓને બેન્ચ, સાયકલ અને જરૂરિયાતમંદોને રાશન કીટ આપી નવી શરૂઆત કરી છે. આ પ્રસંગે ગુજરાત લોકજનશક્તિ પાર્ટીના નેતાઓ સાથે પ્રભારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સ્થાપક સ્વ. રામવિલાસ પાસવાનની 80મી જન્મજયંતિ નિમિત્તે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ગુજરાત પ્રદેશ પ્રભારી તથા અલ્પસંખ્યક પ્રકોષ્ઠના રાષ્ટ્રીય અધ્યક્ષ હાસીમખાન અમદાવાદ પહોંચ્યા હતા. આ પ્રસંગે લોકજનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશિષ પટેલના નેતૃત્વમાં રામવિલાસ પાસવાનની 80મી જન્મજયંતિની ઉજવણી કરતાં કાર્યક્રમ દરમિયાન સમાજસેવાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.
જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓને સાયકલો અને શાળાઓ માટે બેન્ચનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આવો સેવાકીય કાર્યક્રમ સમાજ પ્રત્યેની પાર્ટીની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બન્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રભારી હાસીમખાન, પ્રદેશ અધ્યક્ષ આશિષ પટેલ, સંગઠન મંત્રી રાજ લિમ્બાચીયા, અનિલભાઈ પટેલ પ્રદેશ મંત્રી પ્રકાશભાઈ ગઢવી સંદીપભાઈ, રોહિતભાઈ, જયેશભાઈ તથા ગુજરાત પ્રદેશના હોદ્દેદારો જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

