આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર, ડેસ્ક
ગ્રામ પંચાયતના તલાટીએ મહિલાના આરોગ્ય બાબતે વિચિત્ર પ્રકારનો દાખલો આપ્યો હોવાનું સામે આવ્યું છે. મહિલા ગામની વતની હોવાનું અને ઓળખતા હોઈ જણાવી પ્રથમ સુવાવડ થઈ હોવાની ખાતરી દર્શાવતો દાખલો તલાટીએ આપતા હડકંપ મચી ગયો છે. આરોગ્ય શાખાએ કરવાની કામગીરી તલાટીએ કેવીરીતે ખાતરી કરી તેવા સવાલો વચ્ચે કર્મચારી આલમમાં ચકચાર મચી ગઈ છે.

સુરત જિલ્લાના મહુવા તાલુકાની આંગલધરા ગ્રામ પંચાયતના દાખલાને પગલે રાજ્યભરમાં સવાલો અને મુંઝવણ ઉભી થઈ છે. હકીકતે  તલાટીએ ગામની મહિલાને પ્રથમ સુવાવડ એટલે કે પ્રથમ પ્રસુતિ હોવાની ખાતરી આપતો દાખલો કાઢી આપ્યો છે. જેનાથી તલાટીની સત્તા અને આરોગ્યની બાબતે થયેલ પ્રક્રિયા બાદ રાજ્ય તલાટી આલમમાં હડકંપ મચી ગયો છે.

તલાટી ગામની મહિલાને ઓળખતા હોઈ તેમના પરિવાર વિશેની વિગતો દર્શાવી હાલ પ્રથમ પ્રસૂતિ હોઈ જે હકીકત ખરી અને બરાબર હોવાનું જણાવી દાખલો કાઢી આપ્યો છે. મહિલાને પ્રથમ પ્રસૂતિનો વિષય આરોગ્ય કેન્દ્રનો હોઈ તલાટીના દાખલાને પગલે મામલો મૂંઝવણ ભર્યો બન્યો છે. ઉલ્લેખનીય છે કે, તલાટી અવાર-નવાર શંકાસ્પદ દાખલા કાઢવાની ઘટનાને પગલે પંચાયત આલમમાં સ્પષ્ટતાઓ જાહેર થવી અત્યંત જરૂરી બની છે.

01 Oct 2020, 3:26 AM (GMT)

COVID-19 Global Stats

34,244,413 Total Cases
1,020,140 Death Cases
25,492,274 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code