અજીબ@ઘટનાઃ વૃક્ષોને કપાતાં બચાવવા 34 વર્ષીય યુવતિએ વૃક્ષ સાથે લગ્ન કર્યાં

અટલ સમાચાર, ડેસ્ક વૃક્ષ પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક કાર્યકર્તા કેટ કનિંઘમે આખરે વૃક્ષ સાથે લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં કેટે પોતાની સરનેમ બદલીને પણ એલ્ડર(વૃક્ષ) કરી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે, વૃક્ષ પાર્ટનર સાથે લગ્ન કરવામાં કેટના પરિવારે પણ સાથ
 
અજીબ@ઘટનાઃ વૃક્ષોને કપાતાં બચાવવા 34 વર્ષીય યુવતિએ વૃક્ષ સાથે લગ્ન કર્યાં

અટલ સમાચાર, ડેસ્ક

વૃક્ષ પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક કાર્યકર્તા કેટ કનિંઘમે આખરે વૃક્ષ સાથે લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં કેટે પોતાની સરનેમ બદલીને પણ એલ્ડર(વૃક્ષ) કરી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે, વૃક્ષ પાર્ટનર સાથે લગ્ન કરવામાં કેટના પરિવારે પણ સાથ આપ્યો હતો.

નેધરલેન્ડમાં મર્સીસાઈડ પાર્કમાં વૃક્ષ સાથેના લગ્ન સમારોહમાં કેટના પિતા, તેનો બોયફ્રેન્ડ અને બાળકો પણ હાજર હતા. તેના બોયફ્રેન્ડે આ નિર્ણય પર પૂરો સહકાર આપ્યો હતો. 34 વર્ષીય દુલ્હન કેટ કંનિંઘમે રિમરોઝ પાર્કના વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરવા પાછળનો હેતુ લોકોને વૃક્ષનું મહત્વ સમજાવવાનો છે. આવનારા સમયમાં આ પાર્કમાં વૃક્ષને કપાતા અટકાવવા માટે કેટ અભિયાન પણ શરૂ કરવાની છે.

કેટે કહ્યું કે, મને આ જગ્યા ઘણી ગમે છે. મારી માતાનું મૃત્યુ અસ્થમાને કારણે થયું હતું અને મને પણ ફેફસાની બીમારી છે. આ જગ્યા પરના ઝાડને કાપીને રસ્તો બનાવવાનો કોઈ અર્થ નથી. અમારા વિસ્તારમાં પહેલેથી વધારે પ્રદૂષણ છે. જો અહીં રસ્તો બની જશે તો તેની અસર સીધી અમારા સ્વાસ્થ્ય પર થશે. હું કોઈ પણ સંજોગે અહીં રસ્તો નહીં બનવા દઉં.