આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકમાં સૌપ્રથમવાર કોરોના વાયરસના બે કેસ સામે આવતા તંત્રમાં દોડધામની સ્થિતિ બની છે. દિયોદર ગ્રામ પંચાયત દ્રારા તાત્કાલિક અસરથી વોર્ડ સભ્યો અને સ્વયંસેવકોની મીટીંગ બોલાવાઇ હતી. જેમાં અનેક નવિન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દિયોદરમાં બહારથી આવતા શાકભાજીવાળા પર રોક લગાવી દેવામાં આવશે. દિયોદરમાં પ્રવેશતા પહેલા તમામ વાહનોનુ સઘન ચેકિંગ અને પુછપરછ કર્યા બાદ જ પ્રવેશ અપાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકામાં બે કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. પંથકમાં બે કેસ પોઝિટીવ આવતા આવતીકાલથી લોકડાઉન કડક કરવામાં આવશે. દિયોદરમાં આજે તાત્કાલિક ગ્રામ પંચાયતના સરપંચ ગિરીરાજસિંહ વાઘેલા, ડે.સરપંચ શારદાબેન અખાણી, તલાટી સહિતની ઉપસ્થિતિમાં સ્વંયસેવકોની મીટીંગ મળી હતી. જેમાં લોકડાઉન કડક કરવા અને પંથકમાં વધુ કેસ પોઝિટીવ ન આવે તે માટે કવાયત હાથ ધરાઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આવતી કાલે દૂધ, શાકભાજીવાળાઓ દિયોદર બહારથી થરા, ડીસા માર્કેટમાંથી લાવતા શાકભાજીવાળા ઉપર સદંતર રોક લગાવવામાં આવશે. આ સાથે દિયોદરમાં પ્રવેશતી ગાડીઓનું સધન ચેકિંગ, પૂછપરછ કરીને જ જવા દેવામાં આવશે. દિયોદર તાલુકામાં બે પોઝીટીવ આવતા સ્વયંસેવકોની રિવ્યૂ મીટીંગ કરી દિયોદરને સેફ બનાવવા અપીલ કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code