હડકંપ@અમદાવાદઃ રેડ કરી 6 લાખનો તોડ કર્યો, PSI સહિત 4 જવાનો સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના નામે પાર્થ ટાવરમાં જનમાષ્ટમીના દિવસે પોલીસે રેડ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત 4 જવાનોએ આ રેડમાં કથિત રીતે સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 6 લાખનો તોડ કર્યો હોવાની ફરિયાદ થઈ હતી. તપાસને અંતે ઝોન-6ના ઇન્ચાર્જ ડીસીપીએ પીએસઆઇ સહિત 4 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. ડીસીપી અક્ષયરાજ
 
હડકંપ@અમદાવાદઃ રેડ કરી 6 લાખનો તોડ કર્યો, PSI સહિત 4 જવાનો સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના નામે પાર્થ ટાવરમાં જનમાષ્ટમીના દિવસે પોલીસે રેડ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત 4 જવાનોએ આ રેડમાં કથિત રીતે સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 6 લાખનો તોડ કર્યો હોવાની ફરિયાદ થઈ હતી. તપાસને અંતે ઝોન-6ના ઇન્ચાર્જ ડીસીપીએ પીએસઆઇ સહિત 4 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. ડીસીપી અક્ષયરાજ મકવાણાએ રેડ કરનાર પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઇ હતી.

મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એન મોરડીયા સહિત અન્ય પોલીસકર્મીઓ જન્માષ્ટમીની રાત્રે મણિનગરના પાર્થ ટાવરમાં આવેલા એક ફ્લેટમાં ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ હોવાની ઓળખ આપી તમે જુગાર રમો છો તેમ કહી દમ માર્યો હતો. પોલીસે કેસ ન કરવા મામલે જુગારીઓ પાસેથી 1.5 લાખ રોકડ અને દાગીના પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનારે મણિનગરના પીઆઈને રજૂઆત કરી હતી. મણિનગર પોલીસે ધ્યાન ન આપ્યું હોવાથી ભોગ બનનારે ગૃહરાજ્ય મંત્રી સુધી રજૂઆત કરી હતી.

સમગ્ર મામલે ગૃહરાજ્ય મંત્રીને ફરિયાદ થઈ હોવાથી અમદાવાદ શહેર પોલીસ ઝોન-6ના ઇન્ચાર્જ ડીસીપીને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે ગુના બનતાં રોકવાના અથવા તો ગુનાનો ભોગ બનનારને ન્યાય અપાવવાનો હોય ત્યારે પોલીસ જ ગુનો આચરી તોડ કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.