આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં શનિવારે જાહેર નોટીસને પગલે હડકંપ મચી ગયો છે. એકસાથે 17 શિક્ષિકાઓ અને 2 શિક્ષક સળંગ કેટલાય વર્ષોથી ગેરહાજર હોઈ અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. બિનઅધિકૃત રીતે છેલ્લા કેટલાય સમયથી શાળાને જાણ કર્યા વિના ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ સમિતિએ હાજર થવા ફરમાન કર્યું છે. આગામી દિન-7માં 19 શિક્ષકગણ હાજર નહી થાય તો સસ્પેન્ડ થઈ શકે છે. નામજોગ જાહેર નોટીસને પગલે ઉત્તર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.

banaskantha teacher

બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, પાલનપુર, થરાદ અને લાખણી સહિતના તાલુકા પ્રાથમિક શિક્ષણમાં મોટી ઘટના સામે આવી છે. એકસાથે 17 શિક્ષિકાઓ અને 2 શિક્ષક સહિત 19ને જાહેર નોટીસ ફટકારી તાત્કાલિક હાજર થવા ફરમાન કર્યું છે. છેલ્લા 6 મહિનાથી લઈ 4 વર્ષ સુધી સળંગ ગેરહાજરી બતાવી જે-તે શાળાના બાળકોના શિક્ષણને ગંભીર અસર પહોંચાડી છે. જેને ધ્યાને લઈ જો દિન-7માં હાજર નહી થાય તો શિક્ષણ સમિતિ દ્વારા સામુહિક સસ્પેન્ડ કરવાની તૈયારી કરાઈ છે.

swaminarayan

સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષોથી ગેરહાજર શિક્ષિકાઓ પૈકી કેટલીક વિદેશ પહોંચી હોવાના તો કેટલીક બાળક કે સાસુ, સસરાના કારણે ફરજ પર આવતા નથી. જેનાથી શાળામાં જે-તે શિક્ષક કે શિક્ષિકાનું મહેકમ હોવાછતાં જગ્યા ઉપર ફરજને ન્યાય આપી શકાતો નથી. જેનાથી બદલી કે નવીન ભરતી પણ થઈ શકતી ન હોવાનું શિક્ષણ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું. આવા સંજોગોમાં અગાઉ અનેકવાર નોટીસ આપ્યા છતાં 19 શિક્ષકો ગેરહાજર રહ્યા છે.

ગેરહાજર શિક્ષકો પૈકી 95 ટકા મહિલા હોઈ કેટલાકે રજૂ કરેલા કારણો સ્વીકૃત નહી બનતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ જ્યારે બિનપગારી કે કપાત પગારે રજા રિપોર્ટ મુક્યો હોવાની અવધિ પૂર્ણ થઈ છતાં શિક્ષકો હાજર થયા નથી. એટલે કે રજા રિપોર્ટ બાદ પણ સતત ગેરહાજરી દાખવતા જિલ્લા શિક્ષણ સમિતિએ સમગ્ર ઉત્તર ગુજરાતને ખબર પડે તેમ નામજોગ જાહેર નોટીસ ફટકારી લાલ આંખ કરી છે.

30 Sep 2020, 3:11 AM (GMT)

COVID-19 Global Stats

33,924,436 Total Cases
1,014,159 Death Cases
25,211,762 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code