હડકંપ@ડેન્ગ્યુ: આરોગ્યની 31 ટીમોના કડીમાં ધામા છતાં ભયઃ તંત્રની પોલ ખુલી

તાલુકાની 26 અને જિલ્લામાંથી 5 ટીમો ઉતરી, 24 કલાકમાં 15 ડેન્ગ્યુ કેસ ઉમેરાતા 172ના ભરડાએ ફફડાટ ફેલાવ્યો ઃ તંત્રની બેદરકારી ઉઘાડી પડી અટલ સમાચાર, કડી કડી શહેર સહિતના આજુબાજુ ના વિસ્તારોમાં દિવસે દિવસે ડેન્ગ્યુ સહિત બીજી બીમારીઓના કેસો ઘટવાને બદલે સતત વધતા જોવા મળી રહ્યા છે. ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના બીજા 15 કેસ નોંધાતા પંથકમાં હડકંપ મચી
 
હડકંપ@ડેન્ગ્યુ: આરોગ્યની 31 ટીમોના કડીમાં ધામા છતાં ભયઃ તંત્રની પોલ ખુલી

તાલુકાની 26 અને જિલ્લામાંથી 5 ટીમો ઉતરી, 24 કલાકમાં 15 ડેન્ગ્યુ કેસ ઉમેરાતા 172ના ભરડાએ ફફડાટ ફેલાવ્યો ઃ તંત્રની બેદરકારી ઉઘાડી પડી

અટલ સમાચાર, કડી

કડી શહેર સહિતના આજુબાજુ ના વિસ્તારોમાં દિવસે દિવસે ડેન્ગ્યુ સહિત બીજી બીમારીઓના કેસો ઘટવાને બદલે સતત વધતા જોવા મળી રહ્યા છે. ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના બીજા 15 કેસ નોંધાતા પંથકમાં હડકંપ મચી ગયો છે.  આજે આ કડી શહેરમાં ડેન્ગ્યુએ માથું ઉચકતાં કડી ગભરાયું છે. કડી શહેર સહિત પંથકમાં આરોગ્યની 31 ટીમોની ડેન્ગ્યુ સામે લડાઈ ચાલુ છે. પરંતુ ડેન્ગ્યુ અને બિમારીએ માથુ ઉચકતાં તંત્રની શરૂઆતની નિષ્કાળજીનું પરિણામ દેખાઈ આવ્યું છે.

મંગળવાર સાંજ સુધીમાં ડેન્ગ્યુના 172 કેસો સરકારી ચોપડામાં નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરવા છતાં ડેન્ગ્યુ સહિતના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. કડી શહેર સહિત આજુબાજુના વિસ્તારોને એક અઠવાડીયાથી ડેન્ગ્યુ અને રોગચાળાએ દેખા દેતાં આરોગ્ય વિભાગ અને કડી પાલિકા ઘોરનિંદ્રામાંથી જાગી ઘોડો છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવા ઘાટ ઘડાયો છે. કડીના સુજાતપુરા રોડ, કરણપુર, નાની કડી ,કરણનગર રોડ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં માંદગી ઘર કરી બેઠી છે. શહેરમાં તંત્રના ચોપડે અત્યાર સુધી ડેન્ગ્યુના 157 કેસો નોંધાયેલ હતા. પરંતુ પાલિકા અને આરોગ્ય વિભાગની કામગીરી બાદ પણ 24 કલાકમાં જ બીજા 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની રાજકીય સફળતા પાછળ કડી પંથકનો મોટો ફાળો રહ્યો છે. તંત્રના ભરોષે કડી બિમારીમાં ધકેલાઈ ગયું છે. પરંતુ રોગચાળાને મૂળમાંથી ઉખાડી ફેંકવા નીતિનભાઈ પટેલની કડી પંથકમાં નજર રહે તેવું પંથકવાસીઓ ઈચ્છી રહ્યા છે.

તાલુકા આરોગ્ય અધિકારીએ શું કહ્યું ?

કડી તાલુકા હેલ્થ ઓફિસર કોકિલાબેન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે કડીના આરોગ્ય વિભાગ તેમજ પાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો જોતા દરેક વિસ્તારોમાં તાલુકાની 26 ટીમો અને જિલ્લા આરોગ્ય તંત્રની 5 ટીમોએ ઘરે-ઘરે સર્વેની કામગીરી હાથ ધરી છે. તાલુકા અને જિલ્લા આરોગ્ય તંત્રની મળી 31 ટીમો દ્વારા નાની કડી, કરણનગર રોડ, સુજાતપુરા રોડ, કરણપુર સહિતના વિસ્તારોમાં સર્વે ઉપરાંત દવા છંટકાવ, ફોગીંગ તેમજ ઓઇલ નાખીને મચ્છરોના બ્રીડિંગને અટકાવવા કામે લાગી ગઈ છે.