અટલ સમાચાર, ડેસ્ક
ધ્રાંગધ્રા તાલુકામાં પરપ્રાંતિય શખ્સ મેડિકલની ડિગ્રી વગર ડોક્ટર હોવાની ઓળખ આપી પ્રેકટીસ કરતો હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી આથી એસઓજી ટીમેે મેથાણ પીએચસીના ડો.રોહન પટેલને સાથે રાખી રાજચરાડી ગામે દરોડો કર્યો હતો. જ્યાં છેલ્લા દોઢ માસથી મકાન ભાડે રાખી ક્લીનિક ચલાવતા મૂળ પશ્ચિમબંગાળના ગૌતમ ઉર્ફે રાજુ અશોકભાઇ બિસવાસને ઝડપી લીધો હતો.


પોલીસે દવાખાનામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન સહીત કુલ રૂપિયા 10,718 નો મુદ્દામાલ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટર ગૌતમ બિસવાસને પોલીસે પુછપરછ કરતા માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહીતના રોગોની જાણકારી હોવાના આધારે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે ક્લિનીક શરૂ કરી દીધું હતું.