આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટી અને રાજકીય સત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાઇ રહી હોવાથી જાહેરમાર્ગો અને રહીશોના ઘર નજીક ગંદકી બની છે. જેની સામે નગરજનો ત્રાહીમામ્ બની પાલિકાના સત્તાધિશોને સમગ્ર મામલે રજૂઆત કરી સ્વચ્છતા જાળવવા ટકોર કરી છે. પાલિકાની ગંદકી સામે બેદરકારીથી નગરજનો બિમાર પડયા હોવાનો આક્ષેપ કરતા હડકંપ મચી ગયો છે.

સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાન સામે પડકારરૂપ છે ? તેવા ગંભીર સવાલો રજૂઆતને આધારે બહાર આવ્યા છે. ખેડબ્રહ્મા નગરપાલિકાના બ્રહ્મા બંગ્લોઝ, વાસણા રોડ, હનુમાન મંદીર રોડ, સ્વામીનારાણ મંદીર પાછળ, પંચશીલ વસાહત, પ્રજાપતિ સોસાયટી સહિતના રહેવાસી વિસ્તારો ગંદકીથી તોબાતોબા થયા છે. રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હોઇ ગંદુ પાણી ફેલાઇ રહ્યું છે.

સમગ્ર મામલે બ્રહ્મા બંગ્લોઝના રહીશોએ પાલિકાના સત્તાધિશોને પત્ર લખી સ્વચ્છતા જાળવવાનું ભાન કરાવવા ચિમકી આપી છે. જો ગંદુ પાણી ફેલાતુ બંધ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની તૈયારી બતાવી છે.

ઉલ્લેખનિય છે કે, ગંદકીને કારણે અનેક રહીશો બિમાર થયા હોઇ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું પત્રમાં જણાવ્યુ છે. પાલિકાની સૌથી મોટી જવાબદારી સ્વચ્છતાની હોવા સામે રહીશો પાલિકાને અસ્વચ્છતા બાબતે ટકોર કરતા સત્તાધિશો માટે શરમજનક બાબત બહાર આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code