આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કચ્છમાંથી ગરોળીની એક પ્રજાતિ સાંઢાના મોટા પાયે શિકારની આશંકા સાથે એક વીડિયો વાયરલ થયો છે. પ્રાણીઓની સંસ્થા સાથે કામ કરતા એક કર્મશીલ દ્વારા વાયરલ કરાયેલા આ વીડિયોમાં સાંઢાના 250-300 દર ખોદાયેલા જોવા મળ્યા છે. આ દરમાંથી સાંઢાને કાઢીને તેનો શિકાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. યૌન શક્તિવર્ધક તેલ માટે પાકિસ્તાનમાં લોકપ્રિય એવા સાંઢાના શિકારથી હાહાકાર મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છમાં સરીસૃપ સાંઢાની હત્યાના સમાચારથી વનવિભાગ સફાળું જાગ્યું છે. કચ્છના આર.એફ.ઓ. રાહુલ દેસાઈએ જણાવ્યું છે કે ‘ અમને એક વીડિયો પ્રાપ્ત થયો છે. આ વીડિયોમાં સાંઢાના શિકારનું પ્રચલન છે. એક એવી માન્યતા છે અને અંધશ્રદ્ધા છે કે લોકો શારીરિક ફાયદા માટે સાંઢાનો શિકાર કરવામાં આવે છે. જોકે, આ ઘટના રેવન્યુ વિસ્તારમાં ઘટી છે. તપાસના અંતે આ શિકાર કોણે અને શા માટે કર્યો તે જાણવા મળશે’

કેવી રીતે ઘટના બહાર આવી ?

કચ્છમાં ઘાસિયા ભૂમિ સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા સહજીવનના એ કર્મશીલ રીતેશ ફોકાટના ધ્યાને આ ઘટના આવી હતી. તેમણે એક વીડિયો તૈયાર કરી અને પ્રસારણ માધ્યમોનું આ ઘટના અંગે ધ્યાન દોર્યુ હતું. એક નિવેદનમાં તેમણે જણાવ્યું, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ અમને અબડાસા અને લખપતના કેટલાક ગામોમાં સાંઢાનો અભ્યાસ કરવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. અમારા ધ્યાને આવ્યું કે બનીના મેદાનમાં સાંઢાનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. વનવિભાગે અને વન્યપ્રેમીઓએ તેને બચાવવા માટે સાંઢાનો શિકાર અટકાવવો જોઈએ’

250-300 જેટલા ખોદાયેલા દર મળ્યા

સાંઢાના શિકારને બનીના મેદાનમાં કરવામાં આવ્યો હોવાનો વીડિયો દાવો કરે છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રત્યેક દરની બહાર છાણના પોદડાં મૂકવામાં આવ્યા છે જેથી શિકાર થઈ ગયો હોવાની નિશાની તરીકે તેને ઓળખી શકાય. આ શંકાસ્પદ ખોદકામ સાંઢાઓનાં શિકારની ચાડી ખાય છે. સરવેના કામમાં જોતરાયેલા પ્રાણી કર્મશીલોને સાંઢાના દર શંકાસ્પદ હાલતમાં મળી આવતા શિકારની શંકા ઉપજી છે.

કચ્છમાં જોવા મળે છે

કચ્છમાં સાંઢા તરીકે ઓળખાતું આ જીવ ગરોળી પ્રકારનું હોય છે. તે એગામીડ ગરોળીની એક પ્રજાતિ છે અને મુખ્યત્વે કચ્છ અને થરના રણમાં જોવા મળે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લામાં અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પણ દેખાય છે.

જાતીય આવેગ વધારતો હોવાની માન્યતા

સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ સાંઢામાંથી કાઢવામાં આવતી ચરબી થકી જાતીય આવેગ વધી શકે છે. મુખ્યત્વે શિકારીઓ દ્વારા તેને કારણે જ શિકાર કરવામાં આવે છે. કચ્છમાં સામાન્ય રીતે ઘોરાડ પક્ષી તેનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code