આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ONGC એસેટના કર્મચારીઓની વર્ષોથી પડતર માંગણીઓનું સમાધાન થઇ શક્યુ નથી. વારંવારની રજૂઆત અને બેઠકો છતાં ONGCના સત્તાધિશો તરફથી કોઇ સુખદ સમાધાન નહિ મળતાં કર્મચારીઓ લાલઘૂમ બન્યા છે. બુધવારે ગેટ મિટીંગ બાદ બે દિવસીય ધરણાં સાથેના કાર્યક્રમો તૈયાર કરી હક્ક મુજબના અધિકારો મેળવવા લડવાની શરૂઆત કરી છે. જેમાં ખાસ કરીને ફિલ્ડ એલાઉન્સ સહીતની બાબતોનો સમાવેશ થાય છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા સ્થિત ONGC એસેટમાં ફરજ બજાવતાં વર્ગ-3 ના કર્મચારીઓ દ્રારા ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. એમ્પ્લોઇઝ મઝદૂર સભા નામના સંગઠન તળે કર્મચારીઓએ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર માંગણીઓને લઇ મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ નહિ મળતાં આજે અને આવતીકાલે ફરજથી અળગા રહી હડતાલની શરૂઆત કરી છે. જેમાં સંગઠનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મઝદૂર સભાના કર્મચારીઓ ઓએનજીસીમાં ફરજ દરમ્યાન વારંવાર ફિલ્ડમાં જતાં હોઇ એલાઉન્સ મેળવી શકતા નથી. આથી ફિલ્ડ એલાઉન્સ સહિતની અનેક પડતર માંગણીઓ છેલ્લા 38 મહિનાથી પડતર હોઇ આક્રમક લડતની શરૂઆત કરી છે. ONGC મહેસાણા એસેટનો કે દહેરાદૂન સ્થિત વહીવટી કચેરીની પોલીસી મેટર હોઇ સ્થાનિક કર્મચારીઓનો અવાજ વારંવાર નિષ્ફળ જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓએ એકતા બતાવી મેનેજમેન્ટ સમક્ષ કાર્યક્રમ આપવાની શરૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code