આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ભાવનગર

રાજયના આર.એન.ટી.સી.પી.ના કરારબધ્ધ કર્મચારીઓએ પોતપોતાનાં જીલ્લા ક્ષય કેન્દ્ર બહાર પડતર માંગણી અંગેના બેનર સાથે “સત્યનાં પ્રયોગો”નાં જાહેર વાંચન સાથે પ્રદર્શન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીચિંધ્યા માર્ગે પોતાનાં આંદોલનને જનહિત સાથે અહિંસક માર્ગે આગળ ધપાવ્યું છે.

“સત્યનાં પ્રયોગો”નાં વાંચક સહ સંઘપ્રમુખે સમગ્ર ગુજરાતની જનતાને સંદેશ આપેલ હતો કે, “સત્ય” એ શોષણ-પિડન અને સ્વાર્થવૃતિથી પર રાખી માનવજીવન અને વ્યવસ્થાને ઉત્તમ બનાવતું પ્રાકૃતિક તત્વ છે. ગાંધીબાપૂનાં માર્ગે ચાલી આવનારા દિવસોમાં પોતાની તમામ વ્યાજબી માંગણી સંતોષવા અને તંત્રની સંવેદનાને જગાડવા પણ સતત પ્રયત્નો કરવામાં આવશે તેવું ઉમેર્યુ હતુ. આચારસંહિતાના સવિનય ભંગનાં માર્ગે પ્રયાણ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આચારસંહિતા દરમ્યાન પણ આવશ્યક સેવા હેઠળનાં નિર્ણયો લેવાની સંવિધાનથી પૂર્ણ સત્તા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code