મહેસાણાની કિશોરીને ભગાડી જતા ચકચાર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરના સાંઈબાબા મંદિર પાસેની એક સોસાયટીમાં રહેતી કિશોરીને નાગલપુર ખાતે રહેતો યુવક ભગાડી ગયો છે. જેથી કિશોરના પરિવારનોએ કિશોરીને પરત લાવી આપવા પોલીસ આગળ ગુહાર લગાવી છે. મહેસાણા શહેરના નાગલપુર ખાતે રહેતા ઠાકોર મંગાજી ગણેશજી 17 વર્ષની ઉંમર ધરાવતી કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. અને તે ક્યાં-કઈ જગ્યાએ છે તેની
 
મહેસાણાની કિશોરીને ભગાડી જતા ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરના સાંઈબાબા મંદિર પાસેની એક સોસાયટીમાં રહેતી કિશોરીને નાગલપુર ખાતે રહેતો યુવક ભગાડી ગયો છે. જેથી કિશોરના પરિવારનોએ કિશોરીને પરત લાવી આપવા પોલીસ આગળ ગુહાર લગાવી છે.

મહેસાણા શહેરના નાગલપુર ખાતે રહેતા ઠાકોર મંગાજી ગણેશજી 17 વર્ષની ઉંમર ધરાવતી કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. અને તે ક્યાં-કઈ જગ્યાએ છે તેની કોઈને જાણ કર્યા વિના કિશોરીને ભગાડી લઈ જવાનો ગુનો આચર્યો છે. જેથી કિશોરીના પરિવારજનોએ પોતાની નાબાલીક દિકરીની ભારે શોધખોળ કર્યા બાદ આખરે પોલીસને જાણ કરાઈ છે. જેથી મહેસાણા એડીવીઝન પોલીસે આ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.