ગાંધીનગરના વિદ્યાર્થીની ઈમાનદારીએ હીરો બનાવી દીધો

અટલ સમાચાર, વિજાપુર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં રહેતા ગાંધીનગર સેક્ટર-16ની સિદ્ધાર્થ લો-કોલેજ કરતા સુરેશજી લક્ષ્મણજી ઠાકોર જે ઈન્દિરાનગર વિજાપુરમાં રહે છે. તેણે 31 જાન્યુઆરીએ સવારે બસમાંથી ગ-5 એ ઉતર્યા પછી રોડ પર 23 હજારનો ફોન મળ્યો હતો. સુરેશજીએ ફોન તેમની જોડે રાખ્યો હતો. અને ગુરૂવારે વાવોલ હરિનગરમાં રહેતા નિલેષ મકવાણાએ તેના પપ્પાના ફોનમાંથી આર્યન જોડે
 
ગાંધીનગરના વિદ્યાર્થીની ઈમાનદારીએ હીરો બનાવી દીધો

અટલ સમાચાર, વિજાપુર

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં રહેતા ગાંધીનગર સેક્ટર-16ની સિદ્ધાર્થ લો-કોલેજ કરતા સુરેશજી લક્ષ્મણજી ઠાકોર જે ઈન્દિરાનગર વિજાપુરમાં રહે છે. તેણે 31 જાન્યુઆરીએ સવારે બસમાંથી ગ-5 એ ઉતર્યા પછી રોડ પર 23 હજારનો ફોન મળ્યો હતો.

સુરેશજીએ ફોન તેમની જોડે રાખ્યો હતો. અને ગુરૂવારે વાવોલ હરિનગરમાં રહેતા નિલેષ મકવાણાએ તેના પપ્પાના ફોનમાંથી આર્યન જોડે જે મોબાઈલ હતો તેમાં ફોન કર્યો હતો. તે પછી આર્યને મોબાઈલના માલિક નિલેશ પોતે છે કે નહી તેની ચકાસણી કર્યા કરી હતી. જે બાદ તેના સાચા માલિક  નિલેષભાઈ સુધી પહોંચાડ્યો હતો. વિદ્યાર્થીની નિષ્ઠાથી આધુનિક સમાજને ઈમાનદારીનો માર્ગ બતાવ્યો હતો. જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.