આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિવ્યાંગ જોશી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ક્લાર્ક સહિતની ભરતી હાથ ધરવામાં આવી હતી. જેમાં કૌભાંડ અને તપાસને અંતે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ દરમિયાન પરીક્ષા ફીમાં કારોબારીએ કેટલીક રકમનો ઘટાડો કર્યો હતો. ઘટાડેલી ફી પરત કરવાની ગતિવિધિમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓને ફી પરત મળી નથી. યુનિવર્સિટીએ લાખો રૂપિયા હજુ સુધી દબાવી રાખ્યા છે.

પાટણ સ્થિત ઉ.ગુ યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલ ક્લાર્કની ભરતીમાં સામાન્ય, એસસી અને એસટી સહિતના અરજદાર વિદ્યાર્થીઓ પાસેથી પરિક્ષા ફી લીધી હતી. ફી વધુ લેવાના હોબાળા બાદ યુનિવર્સિટીની કારોબારી કમિટીએ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની ફીમાં રૂ. 350 જ્યારે એસસી-એસટી વર્ગના વિદ્યાર્થીઓની ફીમાં રૂ.150નો ઘટાડો કર્યો હતો. જે અંગે કાર્યવાહી કરી ઘટાડેલી ફી પરત આપવા વેબસાઈટ દ્વારા જણાવાયું હતું.

સમગ્ર બાબતે યુનિવર્સિટીના સત્તાધીશોએ હજુ પણ 1200 થી વધુ વિદ્યાર્થીઓના બે લાખથી વધુની રકમ પરત કરી નથી કર્યાનું સામે આવ્યું છે. પરીક્ષા ફી નક્કી કરવામાં તઘલખી નિર્ણય બાદ  સુધારો કરવાની ગતિવિધિમાં પણ લાલીયાવાડી કરતા અનેક વિદ્યાર્થીઓ ઘટાડેલી ફી પરત લેવા મથી રહ્યા છે.આ અંગે યુનિવર્સિટીના એકાઉન્ટ શાખાના મકવાણાએ જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર કેટલાક વિદ્યાર્થીઓને ઘટાડેલી ફી પરત આપી શકાઈ નથી. આથી આગામી એકાદ-બે દિવસમાં ફરી એકવાર ઓનલાઇન માધ્યમથી ફી પરત કરવા આગળ વધીશું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code