આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પત્રકારત્વ વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. પાટણ રેલ્વે સ્ટેશન પર વાઈ-ફાઈ સુવિધા અને વૃક્ષારોપાણ કાર્યકર્મનું કવરેજ કરી વિદ્યાથીઓએ જાત અનુભવ મેળવ્યો હતો. કાર્યક્ર્રર્મમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ભાજપ પ્રદેશ મહામંત્રી કે. સી પટેલ, રેલ્વેના ડીવીજન મેનેજર દીપક, પીઆરઓ પ્રદીપ શર્મા સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓએ પી.આર.ઓ પ્રદીપ શર્મા પાસેથી તેમના કામ વિશેની માહિતી મેળવી હતી. કાર્યક્ર્રર્મમાં હાજર પત્રકારો પાસેથી રેલ્વે સ્ટેશન પરના કાર્યક્રમનુ કવરેજ કેવી રીતે કરવુ તેમજ કેટલાક નિયમોથી વાકેફ  થયા  હતા. કાર્યકર્મના અંતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સાથે મુલાકાત કરી હતી. ફિલ્ડવર્કમાં ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિશે શિક્ષક ભરત ચૌધરીએ વિદ્યાર્થીઓને સમજ આપી હતી.

વિદ્યાર્થીઓ માટે  ફિલ્ડવર્ક કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. માહિતી ખાતાના અધિકારી એસ.જી.પટેલ, તેમજ  ડી.પી પટેલ પાસેથી માહિતી ખાતાની કામગીરી વિશે વિગતો મેળવી હતી. માહિતી ખાતાએ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ પ્રેસનોટ દ્વારા વિવિધ માધ્યમોને માહિતી પૂરી પાડવાની જાણકારી આપી હતી.

માહિતિ ખાતાના પ્રકાશનો અને સોશિયલ મીડિયાના કામ વિશે સિનિયર સંપાદક એસ.જી.પટેલે વિધ્યાર્થીઓને વિગતવાર સમજાવ્યું હતું. માહિતી ખાતા દ્રારા ગુજરાત પાક્ષિક રોજગાર, વિકાસ વાટિકા તેમજ વિવિધ પુસ્તિકાઓ પણ બહાર પાડે છે, તેવી વિગતો આપી હતી. સરકારનો જનસમ્પર્ક વિભાગ છે, તેમજ સરકારની તમામ  બાબતોનું  આદાન-પ્રદાનનું કાર્ય માહિતી ખાતાનું હોય છે. પત્રકારિતાના માધ્યમ થકી લોક ઉપયોગી માહિતી નાગરિકો સુધી પહોંચી રહે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code