આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં એકાઉન્ટ અને હિસાબી અધિકારીની જગ્યા ભરવા રજૂઆત કરાઇ છે. સ્થાનિક ધારાસભ્યએ હિસાબી અને તિજોરી કચેરીને પત્ર લખી તાત્કાલિક અસરથી જગ્યા ભરવા માંગ કરી છે. બેચરાજીમાં મંદીરમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી લાખો યાત્રિકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. ટ્રસ્ટમાં હિસાબી કેડરની એકાઉન્ટ અથવા હીસાબી અધિકારી વર્ગ-2ની જગ્યા ભરવી અતિ આવશ્યક છે.

મહેસાણા જીલ્લાના યાત્રાધામ બેચરાજીના મંદીર ટ્રસ્ટમાં જગ્યા ભરવા રજૂઆત કરાઇ છે. યાત્રાધામ બેચરાજીમાં વર્ષે-દહાડે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. બેચરાજીના શક્તિપીઠ ટેમ્પલ ટ્રસ્ટનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક છે. અને ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર ઉપાડ અને વહેંચણી અધિકારી તરીકેની ફરજ બજાવે છે. જેમાં કેટલાક સમયથી એકાઉન્ટ તરીકે વર્ગ-3 અને હિસાબી અધિકારી વર્ગ-2ની જગ્યા ખાલી છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્ય ભરતજી ઠાકોરે પત્ર લખી રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, સંસ્થાના વિકાસના કામો માટે રાજ્ય સરકાર તેમજ જાહેર જનતા તરફથી ઉદાર હાથે મંદિરના વિકાસના કામો માટે અવિરત દાન-ભેટનો પ્રવાહ સતત ચાલુ રહે છે પરંતું વિકાસના કોઇ જ કામ થતા નથી. આથી આ ટ્રસ્ટના સુચારૂ સંચાલનમાં અને જાહેર નાણાંના આવક-જાવક ખર્ચના હિસાબોમાં નાણાંકીય શિસ્ત જળવાય તેવા ઉમદા આશયથી આ ટ્રસ્ટમાં જુદા-જુદા વહીવટ સંવર્ગની જગ્યાઓ રાજ્ય સરકારે ભરેલી છે. તેવી રીતે હિસાબી કેડરની એકાઉન્ટ અથવા હીસાબી અધિકારી વર્ગ-2ની જગ્યા ભરવી અતિ આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code