રજૂઆત@ધાનેરા: તરબૂચ અને શક્કરટેટી વેચવાની વ્યવસ્થા કરવા માંગ

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરા પંથકમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે તરબૂચ અને શક્કરટેટી વેચવાની વ્યવસ્થા ઉભી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યએ બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખી ખેડૂતો માટે તરબૂચ અને શક્કરટેટી વેચવાની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે. મહત્વનું છે કે, શક્કરટેટી અને તરબૂચના મબલખ ઉત્પાદન છતાં ખેડૂતોને આર્થિક નુકશાન થતું હોવાની સ્થિતિ બની
 
રજૂઆત@ધાનેરા: તરબૂચ અને શક્કરટેટી વેચવાની વ્યવસ્થા કરવા માંગ

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા પંથકમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે તરબૂચ અને શક્કરટેટી વેચવાની વ્યવસ્થા ઉભી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યએ બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખી ખેડૂતો માટે તરબૂચ અને શક્કરટેટી વેચવાની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે. મહત્વનું છે કે, શક્કરટેટી અને તરબૂચના મબલખ ઉત્પાદન છતાં ખેડૂતોને આર્થિક નુકશાન થતું હોવાની સ્થિતિ બની શકે છે. જેથી વહેલી તકે પાક્યા પછીની શક્કરટેટીના વેચાણની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે જીલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર, ડીસા તાલુકામા તડબૂચ અને શંકરટેટીનો પાક તૈયાર થઇ ગયેલ છે. શંકરટેટી પાક્યા પછી નિકાલ કરવામાં ન આવે તો બગડી જતાં ખેડૂતોને આર્થિક નુકશાન થાય છે. જેને લઇ કલેક્ટરને પત્ર લખી ટ્રાન્સપોર્ટ મારફત અન્ય રાજ્યોમાં અને ગુજરાતમાં શંકરટેટી અને તડબૂચના વેચાણ માટે વ્યવસ્થ કરવા ભલામણ કરવામાં આવી છે. આ સાથે ધાનેરા તાલુકામાં ખેડૂતોના ખેતરમાં પાણી ઉંડા જવાથી બોર બનાવવા સિમેન્ટની પાઇપોની જરૂરિયાત પડે છે. તો પાઇપ મોરબીથી લાવવાના થાય છે તો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવા પણ ભલામણ કરવામાં આવી છે.