રજૂઆત@માણસા: બિનઅનામત વર્ગના ઉમેદવારોનું હિત જાળવવા માંગ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં લોકરક્ષક દળની ભરતીમાં ઠરાવના વિરોધ અને સમર્થનમાં ઠેર-ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. આજે સરદાર પટેલ ગ્રુપ દ્રારા માણસા મામલતદારને આવેદનપત્ર આપી ઘટતું કરવા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સરદાર પટેલ ગ્રુપના કાર્યકરોએ એકસુરે જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન થવુ જોઇએ. સરકારના નિયમો, પરિપત્રો અને પોલિસીનું
 
રજૂઆત@માણસા: બિનઅનામત વર્ગના ઉમેદવારોનું હિત જાળવવા માંગ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં લોકરક્ષક દળની ભરતીમાં ઠરાવના વિરોધ અને સમર્થનમાં ઠેર-ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. આજે સરદાર પટેલ ગ્રુપ દ્રારા માણસા મામલતદારને આવેદનપત્ર આપી ઘટતું કરવા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સરદાર પટેલ ગ્રુપના કાર્યકરોએ એકસુરે જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન થવુ જોઇએ. સરકારના નિયમો, પરિપત્રો અને પોલિસીનું અમલીકરણ કરવા અને બિનઅનામત વર્ગમાં આવતા ભાઇ-બહેનોનું હિત જળવાય તેવી રીતે યોગ્ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રજૂઆત@માણસા: બિનઅનામત વર્ગના ઉમેદવારોનું હિત જાળવવા માંગ

માણસા મામલતદારને સરદાર પટેલ ગ્રુપ દ્રારા આજે બિનઅનામત મહિલાઓના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેમાં અનામત વર્ગની બહેનો દ્રારા વિરોધ કરી બિનઅનામત વર્ગની બહેનનોને ફાળવવામાં આવેલા સીટ પર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ હાઇકોર્ટ દ્રારા સુપ્રિમ કોર્ટના જજમેન્ટના આધારે મહિલા અનામતનું જે સ્પષ્ટીકરણ કરતો પરિપત્ર 1-8-2018નો જાહેર કરવામાં આવેલ છે. જે પરિપત્ર બાબતે સરકાર દ્રારા બિનઅનામત વર્ગમાં આવતા ભાઇ-બહેનોનું હિત જળવાય તેવી રીતે યોગ્ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે.