રજૂઆત@પાટણ: સરકારી ભરતીના ઠરાવને યથાવત રખાવવા કરણીસેના મેદાને

અટલ સમાચાર, પાટણ લોકરક્ષક દળની ભરતીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર પરિપત્રને લઇ વિરોધ-સમર્થનનું વાતાવરણ સર્જાયુ છે. જેને લઇ આજે પાટણ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને કરણીસેના દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં સરકારી ભરતીના ઠરાવને યથાવત રખાવવા માટે જણાવાયુ છે. અનામત વર્ગની મહિલાઓ દ્રારા ભરતી અન્વયે વાંધો ઉઠાવેલ અને કેટલાક ધારાસભ્યો-સંસદસભ્યોએ પણ ભરતીમાં ઠરાવ રદ્દ કરવા રજૂઆત
 
રજૂઆત@પાટણ: સરકારી ભરતીના ઠરાવને યથાવત રખાવવા કરણીસેના મેદાને

અટલ સમાચાર, પાટણ

લોકરક્ષક દળની ભરતીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર પરિપત્રને લઇ વિરોધ-સમર્થનનું વાતાવરણ સર્જાયુ છે. જેને લઇ આજે પાટણ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને કરણીસેના દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં સરકારી ભરતીના ઠરાવને યથાવત રખાવવા માટે જણાવાયુ છે. અનામત વર્ગની મહિલાઓ દ્રારા ભરતી અન્વયે વાંધો ઉઠાવેલ અને કેટલાક ધારાસભ્યો-સંસદસભ્યોએ પણ ભરતીમાં ઠરાવ રદ્દ કરવા રજૂઆત કરેલ છે. જે તદ્દન ગેરકાયદેસર હોવાનું માની તેમની રજૂઆતો ધ્યાને નહિ લેવા જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રજૂઆત@પાટણ: સરકારી ભરતીના ઠરાવને યથાવત રખાવવા કરણીસેના મેદાને

પાટણ જીલ્લા કરણીસેના એલઆરડી ભરતીમાં પરિપત્રના વિવાદમાં મેદાનમાં આવી છે. જેમાં કરણીસેના દ્રારા પાટણ જીલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, લોકરક્ષક ભરતીમાં તા.1/8/2018ના પરીપત્ર અનુસાર ફીજીકલ ફીટનેશ ટેસ્ટ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન થઇ ગયેલ મહિલાઓને ઓડર્સ આપવા કહ્યુ છે. આ સાથે લોકરક્ષક દળની ભરતીમાં ઠરાવને યથાવત રાખવા પણ જણાવ્યુ છે.

રજૂઆત@પાટણ: સરકારી ભરતીના ઠરાવને યથાવત રખાવવા કરણીસેના મેદાને

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા આ વિવાદમાં હવે જનરલ વર્ગની મહિલાઓ પણ મેદાનમાં આવી છે. તેમને જણાવ્યુ છે કે, કોઇપણ સંજોગોમાં આ ઠરાવ રદ્દ ના થવો જોઇએ. જેને લઇ આજે કરણીસેના દ્રારા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.