રજૂઆત@થરાદ: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી આપવા ધારાસભ્યનો પત્ર

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવા ધારાસભ્યએ માંગ કરી છે. આ અગાઉ પણ ધારાસભ્યોની રજૂઆતોને અંતે સિંચાઇના પાણીની સમયમર્યાદા વધારવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે ખેડૂતો સમયમર્યાદામાં પોતાનો પાક લઇ શક્યા નથી. જેથી સ્થાનિક ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી ફરી એક મહિના સુધી સિંચાઇનું પાણી આપવા
 
રજૂઆત@થરાદ: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી આપવા ધારાસભ્યનો પત્ર

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવા ધારાસભ્યએ માંગ કરી છે. આ અગાઉ પણ ધારાસભ્યોની રજૂઆતોને અંતે સિંચાઇના પાણીની સમયમર્યાદા વધારવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે ખેડૂતો સમયમર્યાદામાં પોતાનો પાક લઇ શક્યા નથી. જેથી સ્થાનિક ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી ફરી એક મહિના સુધી સિંચાઇનું પાણી આપવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સિંચાઇના પાણી માટેની સમયમર્યાદા હજુ એક મહિનો વધારવા રજૂઆત કરી છે. પંથકની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવેલ છે. જેના કારણે આસપાસના ખેડૂતોને મુશ્કેલી ઉભી થાય છે. જે બાબતે ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી સુજલામ-સુફલામ કેનાલમાં એક માસ પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરી છે.