આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

વડનગર તાલુકાની ઠાકોર સમાજની બે કિશોરીએ દોડમાં મેદાન માર્યુ છે. 10 કિલોમીટરની દોડ માટે યોજાયેલી સ્પર્ધામાં ઉત્તર ગુજરાતની અનેક કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં છ કિશોરી ઉપર પસંદગી ઉતારવાની હોવાથી સુરેખા અને હિરલ ક્રમશ: ચોથા અને ત્રીજા નંબરે આવી છે. જેનાથી બંને ઉપર અભિનંદનની શુભકામનાઓ વધી ગઇ છે. બંને કિશોરી આગામી દિવસોએ તાલીમ બાદ આંધ્રપ્રદેશ ખાતે યોજાનાર દોડમાં પોતાનું કરતબ બતાવશે.

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામનું ગૌરવ ઠાકોર સુરેખાબેન અમરતજી તથા ઠાકોર હિરલબેન ચંદુજી બન્યા છે. ખુબ જ મુશ્કેલભર્યા માર્ગ ઉપર 10,000 મીટરની દોડ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળ યોજાઇ હતી. જેમાં અનેક સ્પર્ધકો વચ્ચે સુરેખા ચોથા નંબરે અને ઠાકોર હીરલ ત્રીજા નંબરે આવતા નેશનલ રમતમાં પોતાનું નામ કાયમ કર્યુ છે. લાંબા અંતરની અને તેમાં પણ હાડમારી ભરી રમતમાં બંને કિશોરી આગળ નિકળી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બંને કિશોરીએ દોડવા માટે છાબલિયા ગામની શાળાના ગ્રાઉન્ડનો ઉપયોગ કરી સિધ્ધી હાંસલ કરી છે. એચએનજીયુની વિવિધ કોલેજોની રાજેન્દ્રનગર ખાતે યોજાયેલી સ્પર્ધામાં કુલ છ પૈકી હિરલ અને સુરેખા સફળ રહી છે.

ઠાકોર સુરેખા તથા હીરલ અત્યારે કોલેજમાં અભ્યાસ સાથે રમત-ગમતમાં રાજય કક્ષાએ ત્રીજો અને ચોથો નંબર હાંસલ કરી વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ વધાર્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code