સફળ@સાબરકાંઠા: 26 બાઇક સાથે બે ઇસમ ઝબ્બે, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ પો.સ.ઇ. આર.જે.ચૌહાણ પોશીના પોલીસ સ્ટેશનનન ટીમો બનાવી સાબરકાંઠા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા પનારી નદીના પુલ ઉપર વાહન ચેકીંગ ગોઠવેલ હતુ. તે દરમ્યા બે શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરી 26 ચોરેલા બાઇક કબજે કરી
 
સફળ@સાબરકાંઠા: 26 બાઇક સાથે બે ઇસમ ઝબ્બે, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ પો.સ.ઇ. આર.જે.ચૌહાણ પોશીના પોલીસ સ્ટેશનનન ટીમો બનાવી સાબરકાંઠા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા પનારી નદીના પુલ ઉપર વાહન ચેકીંગ ગોઠવેલ હતુ. તે દરમ્યા બે શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરી 26 ચોરેલા બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ દરમ્યાન ખાનગી બાતમીદારથી હકીકત મળ્યા મુજબ એક કાળા વાદળી કલરની સ્લેન્ડર પ્રો મોટરસાયકલ લઇ બે વ્યક્તિઓ આવતા તેમને ઉભા રખાવી પુછપરછ કરતા સદર બાઇક બાબતે કોઇ સંતોષકારક જવાબ ન આપતા મોબાઇલ પોકેટકોપનો ઉપયોગ કરી વાહન બાબતે વધુ તપાસ કરતા સદર મોટર સાયકલ વડાલી પો.સ્ટે. હદમાથી વર્ષ 2017મા ચોરી થયેલ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. જેથી બન્ને બાઇક સવારોને આ બાબતે વધુ ઉંડાણપુર્વક પુછતા તેઓએ પોતાનુ નામ શકીલ રફીક શેખ ઉ.વ.26 રહે.કોટડા છાવણી નર્સરી પાસે, તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન) તથા કાનજીભાઇ લાતુરાભાઇ લઉર રહે. બદલી, તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન) જણાવ્યુ હતુ.

તેમને આ બાઇક આજથી બે એક વર્ષ ઉપર વડાલી નજીકથી ચોરેલ હોવાનુ કબુલાત કરતા તેમજ શકીલ રફીક શેખ ઉ.વ.26 રહે.કોટડા છાવણી નર્સરી પાસેનો આરોપી રીઢો ગુનેગાર હોઇ એલ.સી.બી. પી.આઇની સુચનાથી પો.સ.ઇ. જે.પી.રાવ તથા ટીમને આરોપીની વધુ પુછપરછ માટે મોકલતા અને પોશીના પો.સ્ટે. તથા એલ.સી.બી. ટીમના સંયુક્ત પ્રયત્નોથી આરોપી શકીલે અન્ય મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ તેના સાગરીત ઉસ્માન વાઘા ગમાર રહે. સુબડી, તથા મનજી ગુજરા ગમાર સાથે ચોરીના ગુન્હાઓની મોટર સાયકલો છુપાવી રાખેલાની કબુલાત કરતા તેની પાસેથી ૨૬ મોટરસાયકલો જેની કિં.રૂ. 6,67,000ની કબજે કરી છે.