સુઇગામની કેનાલોમાં ગાબડા પડવાની સ્થિતિ યથાવત: ધનાણા માઇનોર કેનાલમાં ગાબડુ

અટલ સમાચાર,સુઇગામ બનાસકાંઠામાં નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ જયારે રોકાવાનું નામ ના લેતી હોય તેમ ૭ ફેબ્રુઆરીના રોજ સુઇગામની ધનાણા માઇનોર કેનાલમાં ૧૫ ફુટ જેટલું ગાબડુ પડયુ. વિગત અનુસાર થોડાક સમય પહેલા સુઇગામની ધનાણા કેનાલમાં તાજેતરમાં જ ગાબડુ પડયુ હતુ પરંતુ તેને રીપેર કરાવવામાં હજારો રૂપિયા ખર્ચાયા બાદ પણ ૭ ફેબ્રુઆરીએ ફરી ગાબડુ પડતા કોન્ટ્રાક્ટરની
 
સુઇગામની કેનાલોમાં ગાબડા પડવાની સ્થિતિ યથાવત: ધનાણા માઇનોર કેનાલમાં ગાબડુ

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠામાં નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ જયારે રોકાવાનું નામ ના લેતી હોય તેમ ૭ ફેબ્રુઆરીના રોજ સુઇગામની ધનાણા માઇનોર કેનાલમાં ૧૫ ફુટ જેટલું ગાબડુ પડયુ.

વિગત અનુસાર થોડાક સમય પહેલા સુઇગામની ધનાણા કેનાલમાં તાજેતરમાં જ ગાબડુ પડયુ હતુ પરંતુ તેને રીપેર કરાવવામાં હજારો રૂપિયા ખર્ચાયા બાદ પણ ૭ ફેબ્રુઆરીએ ફરી ગાબડુ પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઇ હતી. ૭ ફેબ્રુઆરીએ સુગાઇમની ધનાણા માઇનોલ કેનાલમાં ૧૫ ફુટ જેટલું ગાબડુ પડતા હજારો લીટર પાણી વેડફાઇ ગયુ હતુ. જોકે મહત્વની વાત એ છે, એક તરફ સરહદના ખેડુતોને પાણી નથી મળતુ અને આવી રીતે ગાબડા પડવાથી હજારો લીટર પાણી વેડફાતા હવે તંત્ર આ બાબતે કોઇ નકકર પગલા લેશે કે પછી જૈસૈ થૈ વૈસે ની સ્થિતિ યથાવત રહેશે.