આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદાની બનાવેલ કેનાલોમાં કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓની મિલીભગતથી ભય વગર નો ભ્રષ્ટાચાર આદરી વ્યાપક ગેરરીતિ આચરી હોઇ સુઈગામ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા કેનાલોની પ્રોટેક્શન વોલ,રોડ તેમજ ચક ની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોનો ડીપોઝીટ જપ્ત કરી કેનાલોની ખરાબ કામગીરી અંગે ઉચ્ચસ્તરેથી ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિરોધ પક્ષના નેતા અને નર્મદાના નિગમના ચેરમેન સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં નર્મદાના અધિકારીઓ સાથે સેટિંગ કરી ગોદડી ગોટે વાળી ડિપોઝિટ લેવાના મૂડમાં રહેલા કોન્ટ્રાક્ટરો ની આશાપર પાણી ફરી વળ્યું છે.

પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી નર્મદાની મુખ્ય નહેર ડિસ્ટ્રીબ્યુટર તેમજ માઇનોર કેનાલો બનાવવામાં આવેલ છે. જે કેનાલોમાં કોન્ટ્રાકટરો દ્વારા અધિકારીઓની મિલીભગતથી તદ્દન ખરાબ કામ કરેલ હોય કેનાલો વારંવાર તૂટી જતી હોય છે. ઉપરાંત કેનાલોની સાઈડમાં બનાવવામાં આવેલ રોડ તેમજ પ્રોટેકશન વોલ અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલ ચક ની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી મોટો ભ્રષ્ટાચાર કરેલ છે.

આ અંગે વારંવાર ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ નર્મદાના અધિકારીઓ આ અંગે કોઈ તટસ્થ તપાસ કરતાં ના હોઇ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુઈગામ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અતુભા સુવાદખાન મલેકે ગુજરાતના મુખ્યમંત્રી, વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ નર્મદા નિગમના ચેરમેન કમ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી કેનાલોમાં ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરોની વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો ટ્રસ્ટો તેમજ એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે સાથે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ન્યાયિક તપાસના આદેશ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરતા સમગ્ર સરહદી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સુઇગામ વિરોધ પક્ષના નેતાની લેખિત રજૂઆતને ધ્યાને રાખી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની ગાણા ગાતા ગુજરાત સરકાર દ્વારા કેનાલોના ભ્રષ્ટાચાર મુદ્દે સાચી તપાસ કરવામાં આવે છે કે પછી અધિકારીઓ અને જવાબદાર આ કોન્ટ્રાક્ટરોને છાવરી ગોદડી ગોટે વાળવામાં આવશે કે કેમ? એ તો આવનારો સમય જ બતાવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code