આપઘાત@અમદાવાદ: મહામારી વચ્ચે આર્થિક તંગીથી કંટાળી યુવકે ટુંકાવ્યું જીવન

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવકે લોન લીધા બાદ ભરપાઇ ન થતાં સતત તણાવમાં આવીને આપઘાત કરી જીવન ટુંકાવી લીધુ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સરગમ એપાર્ટમેન્ટમાં રહેતો અને ખાનગી બેંકોમાં લોન એજન્ટ
 
આપઘાત@અમદાવાદ: મહામારી વચ્ચે આર્થિક તંગીથી કંટાળી યુવકે ટુંકાવ્યું જીવન

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવકે લોન લીધા બાદ ભરપાઇ ન થતાં સતત તણાવમાં આવીને આપઘાત કરી જીવન ટુંકાવી લીધુ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સરગમ એપાર્ટમેન્ટમાં રહેતો અને ખાનગી બેંકોમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો જતીન અન્ય વ્યક્તિઓને લોન આપવાની સુવિધા આપતો હતો અને મંજૂર થયા બાદ લોન પર કમિશન મેળવતો હતો.’જો કે એક વર્ષ પહેલા જતીન ઘાટલોડિયા મકાન ખરીદવા માટે લોન લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સરગમ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી છે. લોન લીધા બાદ લોકડાઉન થવાથી લોનના માસિક હપ્તો 17 હજારનો હતો. જે લોકડાઉન થયું ત્યારથી તે કોઈ કમાણી કરી શક્યો ન હતો અને તે ઘરના ખર્ચનું સંચાલન અને લોન કેવી રીતે ચૂકવશે તેની ચિંતામાં હતો.’ જેના કારણે જીંદગીથી હાર માની આપઘાત કરી લીધો. હાલ આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.