આપઘાત@ગુજરાતઃ વિદ્યાર્થિનીએ પ્રિલિમરી પરીક્ષામાં પેપર ખરાબ જતાં જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક સુરતના અડાજણમાં ધોરણ 10ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર
 
આપઘાત@ગુજરાતઃ વિદ્યાર્થિનીએ પ્રિલિમરી પરીક્ષામાં પેપર ખરાબ જતાં જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના અડાજણમાં ધોરણ 10ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા(ઉ.વ.15) એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર મેનેજર છે. હિર સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલ હિરની સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી. 29મીએ ગુજરાતીનું પેપર આવીને ઘરે આવ્યા બાદ માનસિક તણાવમાં હતી. હિરે જણાવ્યું હતું કે, પેપર સારું નથી ગયું. ત્યારબાદ 30મીએ ગણિતનું પેપર સારું ગયું હતું અને આજના પેપરની તૈયારી કરતી હતી.

આ દરમિયાન હિરની માતા ઘરવખરી લેવા માટે ઘરની બહાર નીકળતા જ હિરે ઘરના હોલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. હાલ વિદ્યાર્થિનીનું પોસ્મોર્ટમ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થિનીનો પહેલો આપઘાતનો કેસ સામે આવ્યો છે.