આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગરમાં પ્રેમિકાએ દગો કરતા યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલના સમયમાં યુવાધનને યોગ્ય સમયે યોગ્ય સલાહ-સુચન ન મળે તો તે અવળો માર્ગ પણ પસંદ કરી લેતા હોય છે. બાલાસિનોરમાં જુવાનજોધ દીકરાના આપઘાતે માતા-પિતાને આક્રંદ કરતા મૂકી દીધા છે. સમગ્ર મામલે સંબંધિત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બાલાસિનોરના યુવકે ગળતેશ્વર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે. આ મુદ્દે યુવાનના માતા-પિતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. પ્રેમીકાએ દગો કરતા આપઘાત કર્યો હોવાનુ વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે પ્રેમીકાને બાય કહીને કહ્યુ હતું કે, મેં તને સાચ્ચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો. એક વર્ષથી તુ મને દગો આપતી હતી? આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આખરે યુવકના માતા પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code