આપઘાત@પોલીસ: ફાલ્ગુની શ્રીમાળી કેસમાં વડનગરના 11 લોકો સામે ગુનો દાખલ

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) અમદાવાદમાં 2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમણે ગત 21મી જુનનાં રોજ ચાંદખેડાની રહેવાસી મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. તેમની પાસેથી હ્યદય કંપાવતી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ મામલે 11 લોકો સામે આપઘાત
 
આપઘાત@પોલીસ: ફાલ્ગુની શ્રીમાળી કેસમાં વડનગરના 11 લોકો સામે ગુનો દાખલ

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

અમદાવાદમાં 2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમણે ગત 21મી જુનનાં રોજ ચાંદખેડાની રહેવાસી મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. તેમની પાસેથી હ્યદય કંપાવતી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ મામલે 11 લોકો સામે આપઘાત માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કાંતિ પરમાર, રાજન પરમાર, જયેશ પરમાર, જ્યેશની પત્ની, હિના પરમાર, આરતી પરમાર, કમળા પરમાર, પુષ્પા પરમાર, રિધમ પરમાર, અરવિદ પરમાર અને સેન્ટી પરમાર સામે ફરિયાદ થઈ છે. આ તમામ 11 આરોપીઓ વડનગરનાં રહેવાસી છે. આ લોકોનો ફાલ્ગુની સાથે ઝગડો થયો હતો. આ મામલામાં ચાંદખેડા પોલીસે સ્યુસાઇડ નોટ અને અન્ય પુરાવા પર તપાસ હાથ ધરી છે.

આપઘાત@પોલીસ: ફાલ્ગુની શ્રીમાળી કેસમાં વડનગરના 11 લોકો સામે ગુનો દાખલ

ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે ભાઈને રોલ મોડલ ગણાવ્યો હતો, તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી હતી. માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યા હતા. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે. આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે.

આપઘાત@પોલીસ: ફાલ્ગુની શ્રીમાળી કેસમાં વડનગરના 11 લોકો સામે ગુનો દાખલ

પોલીસ હોવા છતા કંઈ કરી ના શકી’, મહિલા કોન્સ્ટેબલની 

હ્યદય કંપાવતી સ્યૂસાઇડ નોટ

મારા વ્હાલા મમ્મી અને પપ્પા તમે દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો. તમે મને ક્યારેય કોઈ દુઃખ આપતા નથી. મારા ભાઈઓ તો મારો જીવ છે અને મને સમજાવી ક્યારેય દુઃખી કરી નથી. મારો ભાઈ એ તો મારો રોલ મોડેલ છે. જેણે મને બહુ જ હિંમત આપી અને મને આટલી આગળ વધારી. તેમજ મને દરેક બાબતે દુનિયા સામે લડતા શીખવ્યું. મારો ભાઈ હિમાંશુ તારામાં તો ભાઈ બહુ સહન શક્તિ છે એની સામે મારી પાસે તો ઝીરો સહન શક્તિ છે. હું કંઈ જ સહન કરી શક્તિ નથી. પપ્પા હું આજે જઈ રહી છું, બધાથી દૂર એક અલગ દુનિયામાં જ્યાં કોઈ જ નહીં હોય આ બધું. મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઈ જાય છે કેમ કે એક મા જ એવી વ્યક્તિ છે જેને બાળક દરેક સમજાઈ જાય. મારી મમ્મી તો મારી બેસ્ટ ફ્રેન્ડ બધું જ છે. જ્યાં જવું હોય ત્યાં સાથે હોઈએ આપણે મમ્મી.

આજે હું દુનિયા આ દુનિયામાંથી દૂર જઈ રહી છું, આનું કારણ મારા ઘરના કોઈ જ નથી કે ના કોઈ દુઃખ છે. મને મારા ઘરનાથી પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી તો આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ હીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓએ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઈ કરી ના શકી. એ લોકોને લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડ્યું અને અત્યારે ઘર માટે ફરવું પડે છેઘરનું પણ કંઈ થતું નથી છતાં આજે બીજે રહેવું પડે છે. એ લોકોને એમના કરેલની સજા આપી ના શકી, એનો અફસોસ બહુ જ થાય છે. આજે હું એટલી હદે તૂટી ગઈ છું કે બસ હવે મારે જીવવું નથી. મારા મા બાપ માટે કંઈ જ ના કરી શકુ તો આજીવન પણ શું કામનું. અને હા મારા મોટા ભાઈઓ મને દાટતા નહીં મને બાળજો. મને દાટે એ નથી ગમતું.

મમ્મી તું મને જતા પહેલાં એકદમ સરસ તૈયાર કરજે, ભાઈ મારી પસંદગીની વસ્તુ હું મરું પછી બાળકોને વહેંચજે અને મને વડનગરના ઘરે લઈ જજો. ત્યાં મને સુવડાવજો મારા ઘરે સુઈ ગયો બહુ જ સમય થઈ ગયો. મમ્મી મારા માથે હાથે ફેરવજે જેથી મને બહુ જ સારી ઉંઘ આવે તથા માથે અડે એટલે મને બહુ જ શાંતિ થાય છે. પપ્પા હવે પહેલા જેવા ના રહેતા તમને બોલવા વાળી હું જાઉ છું. મમ્મીને હેરાન ના કરતા હો પાછા ઘરના બધાને સાચવજો. ભાઈ હિમાંશું અને જયેશ મમ્મી પપ્પાને સાચવજો હવે એ જવાબદારી તમારી. દિકરી અને દીકરા બન્ને તરીકેની જવબાદરી તમારી છે આજથી. ભાઈઓ મારી ચિંતા ના કરશો. તમારા મેરેજમાં ગમે તે રૂપે આવી જઈશ. કેમ કે મારા વગર નાચશે કોણ, બૂમો કોણ પાડશે અને હા હવે બહુ જ કહી દીધું કેમ પણ હું છું જ બોલકી ને તો શું કરૂ તો હવે હું જાવ છું. બધા હળી મળીને રહેજોLove you mummy Pappa nd I Love you cm big brothers
good by

આ માટે કોઈ જવાબદાર નથી. હું મારા મનથી જઈ રહી છું
લિ. આપની લાડલી