આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં આજે ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. આજે સવારે એક યુવકે અગમ્ય કારણોસર આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આત્મહત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. યુવકે બિલ્ડિંગના 12માં માળેથી કૂદકો લગાવીને આપઘાત કરી લેતાં પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે ‘ધ સ્પાયર’ નામની બિલ્ડિંગના બારમા માળેથી એક યુવકે કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાતના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે યુવક બિલ્ડિંગના 12મા માળેથી કૂદકો લગાવીને આપઘાત કરે છે. આપઘાતના બનાવની જાણ થતાં જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 અને યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાસ્થળ પર પહોંચેલી યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને શહેરના સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. મૃતકે નાઈટ ડ્રેસ પહેર્યો હોવાથી તેની પાસેથી તેની ઓળખ થઇ શકે તે પ્રકારનું કોઈ પણ સાહિત્ય મળી આવ્યું ન હતું. પોલીસ તપાસમાં આપઘાત કરનાર યુવકનું નામ ભાવિક પાંજલિયા હોવાનું સામે આવ્યું છે. ભાવિકના પિતા LICમાં નોકરી કરે છે. આ ઉપરાંત ભાવિકની માનસિક રોગની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code