આપઘાત@સમી: ઘરેથી નિકળેલી 2 યુવતિ અચાનક ગુમ, જીવન કે મોતની ચિંતામાં એકસાથે કેનાલમાં પડી, લાશ મળી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લામાં ફરીએકવાર નર્મદા કેનાલમાં એકસાથે એકથી વધુ મોતની ઘટના સામે આવી છે. ઘરેથી નિકળેલી 2 બહેનપણી મોડી સાંજ સુધી પાછી આવી નહોતી. કોઇ કારણ વિના ગુમ થઈ હોવાનું લાગતાં પરિવારના સભ્યોએ તાત્કાલિક શોધખોળ કરી હતી. જોકે હારિજ પાસેની નર્મદા કેનાલમાંથી બને યુવતિની લાશ મળી આવતાં સ્થાનિક પોલીસે ઓળખ કરી
 
આપઘાત@સમી: ઘરેથી નિકળેલી 2 યુવતિ અચાનક ગુમ,  જીવન કે મોતની ચિંતામાં એકસાથે કેનાલમાં પડી, લાશ મળી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં ફરીએકવાર નર્મદા કેનાલમાં એકસાથે એકથી વધુ મોતની ઘટના સામે આવી છે. ઘરેથી નિકળેલી 2 બહેનપણી મોડી સાંજ સુધી પાછી આવી નહોતી. કોઇ કારણ વિના ગુમ થઈ હોવાનું લાગતાં પરિવારના સભ્યોએ તાત્કાલિક શોધખોળ કરી હતી. જોકે હારિજ પાસેની નર્મદા કેનાલમાંથી બને યુવતિની લાશ મળી આવતાં સ્થાનિક પોલીસે ઓળખ કરી હતી. જેમાં સિપ્પર અને મુબારકપુરા ગામનાં નાડોદા રાજપૂત પરિવારની બંને યુવતિ હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારજનો દોડી આવી દિકરીઓના મૃતદેહને ઓળખી લીધા હતા. આપઘાત કેમ કર્યો તેને પોલીસે તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આપઘાત@સમી: ઘરેથી નિકળેલી 2 યુવતિ અચાનક ગુમ,  જીવન કે મોતની ચિંતામાં એકસાથે કેનાલમાં પડી, લાશ મળી
File Photo

કોરોનાકાળ વચ્ચે લગ્ન સહિતના વિવિધ પ્રસંગે ખરીદી થઈ રહી છે. આ શંખેશ્વર તાલુકાના સિપ્પર ગામની 21 વર્ષની સ્નેહલ નનુભાઈ જાદવ તેમજ સમી તાલુકાના મુબારકપુરા ગામની 23 વર્ષની જયશ્રી ગગજીભાઈ સિંધવ ગયા મંગળવારે ઘરેથી નિકળી હતી. શંખેશ્વરમા ખરીદી કરી બંને ઘરે પાછી નહિ આવતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. છેક રાત્રિ સુધી ઘરે નહિ આવતાં અને બંને યુવતિનો સંપર્ક નહિ થતાં તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. આ પછી બીજા દિવસે બંને યુવતિની લાશ મળી આવતાં બંનેના પરિવારને આભ ફાટ્યું છે. જીંદગીમાં આવતાં ચિંતાના વાદળો વચ્ચે જાણે અંતિમ રસ્તો નર્મદા કેનાલ હોય તેમ આપઘાત કરી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને યુવતિએ ખરીદી કર્યા બાદ જીવવું કે મરવું તે બાબતે ભારે મનોમંથન કર્યું હશે. કેમ કે પોતાના વતનથી છેક દૂર હારીજ – પાટણ વચ્ચેના કુરેજા ગામ પાસે બંને યુવતિ આવી હતી. જ્યાં ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આખરે મોત વ્હાલું કરવા આત્મહત્યા કરી હતી. બંને યુવતિના પરિવારને આપઘાતની જાણ થતાં માથે આભ ફાટ્યું હોય તેવું દુઃખ આવી પડ્યું છે. એવું તે શું કારણ હતું કે બહાર ના આવી શકાય તેવું દર્દ હતું? કે જેનાથી પણ બંને યુવતિને વધારે સરળ મોત પસંદ લાગ્યું તે બાબતે દોડધામ મચી છે. આ તરફ દુર્ઘટનાને પગલે બંને યુવતિની લાશ મળી આવતાં હારિજ પોલીસે કલમ 174 મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.