આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા

વડોદરાના સાવલીમાં લૉકડાઉનની પરિસ્થિતમાં 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિનોદસિંહ દરબારે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ્મ માટે મોકલી દીધો છે. આ મહિલા પોલીસ કર્મી ભાડાનાં ઘરમાં એકલી જ રહેતી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા જિલ્લાના સાવલીમાં એકલા રહેતા 22 વર્ષના મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિનોદસિંહ દરબાર પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતા. શિલ્પાબેન સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી રહેતા હતા. તેમણે ભાડાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે, આ ઘટનાની જાણ પાડોશીઓને સવારે થઇ હતી. અનુમાન પ્રમાણે, શિલ્પાએ ગત રાત્રી દરમિયાન પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હજી સુધી આ આપઘાત પાછળનું કોઇ કારણ કે સ્યુસાઇડ નોટ સામે આવી નથી. સાવલી પોલીસ આ અંગે પાડોશીઓ અને શિલ્પાના પરિવાર સાથે પૂછપરછ કરશે. આ ઘટનામાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ પ્રકાશ પાડી શકે છે. આ વાત વાયુવેગે ફેલાઇ ગઇ હતી.

26 May 2020, 4:14 AM (GMT)

COVID-19 Global Stats

5,590,218 Total Cases
347,903 Death Cases
2,366,551 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code