આપઘાત@સુરતઃ 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી પરિવાર શોકમાં સરી પડ્યો હતો. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શુક્રવારે શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સૂવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. બાદમાં આપઘાત કરી લીધેલી હાલતમાં
 
આપઘાત@સુરતઃ 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી પરિવાર શોકમાં સરી પડ્યો હતો. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શુક્રવારે શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સૂવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. બાદમાં આપઘાત કરી લીધેલી હાલતમાં મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રામભાન શાહુ (મૃતક પાર્થના પિતા)એ જણાવ્યું હતું કે આપઘાતનું કોઈ કારણ જ ખબર ન પડી, મને સૂવડાવી કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું સાંજે ચાર વાગે ખબર પડી હતી. દીકરાની માતાએ પુત્રને બાથરૂમમાં લટકતો જોઈ હેબતાઈ ગઈ હતી. બૂમાબૂમ કરતાં હું દોડીને ગયો તો પુત્ર લટકી રહ્યો હતો. બાળકે આપઘાત કરી લીધા અંગે પોલીસને જાણ કરાઈ હતી. મૃતક બાળકના પિતા રામભાન શાહુ કરિયાણાના વેપારી હોવાનું અને યુપી બાંદ્રાના વતની હોવાનું જણાવ્યું હતું. ચાર સંતાનમાં બે દીકરા અને બે દીકરી પૈકી પાર્થ બીજા નંબરનો દીકરો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક પાર્થ મોબાઇલમાં ઓન લાઈન ગેમ્સ રમવાનો આદી હતો.મોબાઈલ ઉપર કેટલીક ગેમ્સ એક પ્રકારનો જુગાર સમાન જ લોકો રમતા હોય છે.એવું પણ બની શકે કે,ઓનલાઈન ગેમ્સ રમવાને લઈ પાર્થ પાસે કોઈ ઉઘરાણી કરી રહ્યું હોય અને તેના માનસિક તણાવમાં પાર્થએ ઘરમાં ખબર પડી જશે એવા ડર હેઠળ આપઘાતનો રસ્તો અપનાવ્યો હોય. જોકે આવા તમામ પાસાઓની તપાસ કરાઈ રહી છે.