આપઘાત@સુરત: ઉઘરાણીથી કંટાળી જમીન દલાલે બ્રિજ પરથી કુદી જીવન ટુંકાવ્યું, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોડ કોમ, ડેસ્ક અમરોલીના જમીન દલાલે ઘરેથી ખમણ લેવા જવાનું કહી બ્રિજ પરથી મોતને વ્હાલું કર્યું છે. ખમણ લેવા નીકળેલા જમીન દલાલે બ્રિજ ઉપર બાઈક મુકી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. કતારગામ વિસ્તારનો કોઈ શખ્સ પૈસાની ઉઘરાણી કરી રહ્યો હોય તેનાથી ત્રાસી જઈ જમીન દલાલે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ
 
આપઘાત@સુરત: ઉઘરાણીથી કંટાળી જમીન દલાલે બ્રિજ પરથી કુદી જીવન ટુંકાવ્યું, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોડ કોમ, ડેસ્ક

અમરોલીના જમીન દલાલે ઘરેથી ખમણ લેવા જવાનું કહી બ્રિજ પરથી મોતને વ્હાલું કર્યું છે. ખમણ લેવા નીકળેલા જમીન દલાલે બ્રિજ ઉપર બાઈક મુકી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. કતારગામ વિસ્તારનો કોઈ શખ્સ પૈસાની ઉઘરાણી કરી રહ્યો હોય તેનાથી ત્રાસી જઈ જમીન દલાલે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદ-ચરોતરના વતની ચેતન વિનોદભાઈ પટેલ પરિવાર સાથે અમરોલી સ્થિત સંસ્કાર રેસિડેન્સીમાં રહેતા હતા. જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા ચેતનની ઓફિસ અમરોલી પોલીસ મથની સામે આવી છે. દરમિયાન ગુરુવારે સવારે ઘરે પત્નીને ખમણ લેવા જવાનું કહીને નીકળેલા ચેતનભાઈએ બાઈક અમરોલી બ્રિજ ઉપર મૂકી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. આ દ્રશ્ય જોઈ બ્રિજ પરથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસની સાથે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે ઘટનાસ્થળે દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે તાપી નદીમાં શોધખોળ કરી લંકા વિજય હનુમાન મંદિર પાસેથી ચેતનભાઈનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચેતનભાઈ મોડે સુધી ઘરે પરત નહીં આવતા તેમની પત્નીએ દિયર ઉમેશભાઈને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરવા નીકળેલા ઉમેશભાઈને મોટા ભાઈ ચેતનભાઈએ નદીમાં ભૂસકો મારી મોતને વહાલું કરી લીધું હોવાની જાણ થઈ હતી. મૃતક ચેતનભાઈને સંતાનમાં ચાર વર્ષની એક પુત્રી છે. આર્થિક કારણોસર ચેતનભાઈએ આપઘાત કર્યો હોવાની શક્યતા કતારગામ પોલીસે વ્યક્ત કરી હતી. ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, કતારગામ વિસ્તારનો એક વ્યકિત ચેતનભાઈ પાસે રૂ. એક લાખની ઉઘરાણી કરી રહ્યો હતો. આ રકમ આપવા માટે તેમણે 90 હજાર રૂપિયાની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ આ વ્યક્તિની સતત ઉઘરાણીથી ત્રાસી જઈ ચેતનભાઈએ અંતિમ પગલું ભરી લીધું હોવાની પૂરેપૂરી શક્યતા છે. જે માટે કતારગામ પોલીસ સમક્ષ તેઓ મૃતક ચેતનભાઈના સાદા ફોનની કોલ ડિટેઇલ કઢાવી તપાસ કરવા માટે માંગ કરી રહ્યા છે.