આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એક ઉમેરો થયો છે. બનાસકાંઠાના લીંબૂણી નજીક શુકવારે મોડી રાત્રે ટ્રેક્ટર પલટતા 1 નું મોત થયુ હતુ. અને ૪ વ્યકિતઓને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી વિગત પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના સુઇગામના લીંબૂણી પાસે રાજસ્થાનના મજુરો ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખાટામાં પલટી ખાઇ ગયું હતું. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મજુરો રાજસ્થાનના હતા અને જી.ઇ.બીનું કામ કરતા હતા. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક ૧૦૮માં રાધનપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા.

18 Sep 2020, 11:40 AM (GMT)

COVID-19 Global Stats

30,383,102 Total Cases
951,175 Death Cases
22,064,064 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code