આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામમાં રવિવારે એક વાડામાં આગ લાગતા ઘાસચારો અને ઝુંપડા બળીને ખાખ થઇ ગયા હતા. સુઇગામ બસ્ટેશન બાજુમાં દલિત ગગાભાઈ હઠાભાઈના વાડામાં રવિવારના 12 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતાં વાડા પાસે આવેલ ઝૂંપડી ઘાસચારો અને ભેંસની પાડી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

સુઇગામમાં આવેલ બસ્ટેશનની બાજુમાં આવેલ વાડામાં અચાનક આગ લાગતાંની સાથે ખબર પડતાં જ લોકોના ટોળે-ટોળે ઉમટી પડ્યા હતા. અને આગ બુઝાવવાનો પ્રયાસ કરાવ્યો હતો. પણ આગ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી દીધું કે આગ બુજાય તેના પહેલા વાડામાં પડેલ ઘાસચારો-ઝૂંપડી-પાડીબળીને ખાખ થઈ ગઈ હતી. અને આગ લાગવાના ઘટનાની જાણ થતા સુઇગામ મામલકદાર કુલદીપસિંહ વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા.

સમગ્ર ઘટનામાં ગાગાભાઈ હઠાભાઈ દલિતને લાખોનું નુકસાન થયું હોવાનું જણાઇ રહયુ છે. આ બનાવ બાદ સુઇગામ તાલુકા મથકની જનતાની માંગ છે કે સુઇગામ તાલુકામાં મથકમાં એક ફાયર ફાઇટરની જરૂર છે. તે સરકાર દ્રારા સુઇગામ તાલુકાને ફાળવે તેવી માંગ કરી હતી.

29 Sep 2020, 1:46 AM (GMT)

COVID-19 Global Stats

33,546,327 Total Cases
1,006,295 Death Cases
24,875,634 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code