આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના લીંબુણી ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું અશુદ્ધ પાણી આવતું હોવાને કારણે ગ્રામજનોમાં દાદર,ખંજવાળ જેવી બીમારી વકરતી હોવાની કેફિયત ગ્રામજનોએ કરતા ખાસ કરીને પાણી પુરવઠા અને આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે.

સરહદી સુઇગામ તાલુકાના લીંબુણી ગામમાં દેવપુરા પમપીંગ સ્ટેશનથી બેણપના સમ્પ મારફતે પાણી પુરવઠાની લાઇન મારફતે પીવાનું પાણી પૂરું પડાય છે, પરંતુ ગ્રામજનોના કહેવા મુજબ છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી અશુદ્ધ અને ડહોળું આવે છે, જેને લીધે ગ્રામજનો દાદર ખુજલી જેવી ચામડીની બીમારી નો ભોગ બનતાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગામમાં 40%થી વધુ દર્દીઓ ને ખાસ કરીને ખંજવાળની તકલીફ થતાં લોકો પ્રાઇવેટ અને સરકારી દવાખાનાઓમાં સારવાર કરાવી રહ્યા છે. ગામમાં મોટા ભાગના લોકો ચામડીના રોગ ખંજવાળથી પીડાય છેે તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા પણ ગામની મુલાકાત લેવાતી નથી તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

ગામના રહીશ અમરતભાઇ પટેલ લિબુંણીએ જણાવ્યું હતું કે, અમારા ગામની અંદર 100 થી વધુ લોકોને આવી તકલીફ છે ભાભર ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા એવું જાણવા કે આ રોગ પાણી થી થાય છે
બોક્ષ પરમાર ગોરધનભાઇ એ જણાવ્યું હતું કે અમારા ગામમાં આરોગ્ય વિભાગ ના એક પણ હજુ સુધી મુલાકાત નથી લીધી અમારે દરોજ ખાનગી દવાખાનામાં દવા કરાવવા જવું પડે છે અને ડૉ મોઢે માગ્યા પૈસા વસેલે છે ત્યારે સરકારને અમારી વિનંતી છે કે સુઇગામ તાલુકાનું આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિદ્રા માંથી જાગીને વેલામાં વેલી તકે અમારા ગામ લોકો ની સેવા કરે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code