આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાની સુઇગામ તાલુકા પંચાયતમાં બુધવારે સામાન્ય સભા મળી હતી. જેમાં સત્તાધીન ભાજપના સભ્યો ગેરહાજર રહેતા છેવટે સભા મોકૂફ રખાઇ છે. તાલુકા પ્રમુખની વરણી થઈ ત્યારથી શરૂ થયેલી નારાજગી બહાર આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પંથકમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરણસીમાએ હોવાથી સુઇગામ તાલુકા પંચાયતમાં નવા-જુનીના એંધાણ વર્તાઇ રહયા છે.

ભાજપ શાસિત સુઇગામ તાલુકા પંચાયતમાં સામાન્ય સભાનું આયોજન બુધવારે બપોરે ર વાગ્યે ગોઠવાયું હતુ. આંતરિક વિખવાદોને કારણે પ્રમુખ અને ઉપ પ્રમુખ સિવાયના સભ્યો ગેરહાજર રહ્યા હતા. આથી ભારે ગરમાગરમી વચ્ચે કોરમના અભાવે સામાન્ય સભા મોકુફ રાખવાની ફરજ પડી હતી.

સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, સભા મોકુફ રખાતાં પંચાયત પ્રમુખના સસરાની પણ દોડધામ વધી ગઇ છે. રાજકીય ભાગદોડ વચ્ચે આગામી લોકસભા ચૂંટણી પહેલા સુઇગામ તાલુકા પંચાયતમાં નવા-જુનીના એંધાણ ઉભા થઇ રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code