સુઇગામ: તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમતે પસાર

અટલ સમાચાર,સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019 -20નું અંદાજિત 24,10,00189 રૂપિયાનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના ભાજપના તમામ 9 સદસ્યો અને કોંગ્રેસ ના 4 સદસ્યો હાજર રહીને પસાર કરવામાં આવ્યુ હતું. જેમાં ગત બુધવારે યોજાયેલ સામાન્ય સભામાં ભાજપના પ્રમુખ ઉપ-પ્રમુખ હાજર રહ્યા હતા અને
 
સુઇગામ: તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમતે પસાર

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019 -20નું અંદાજિત 24,10,00189 રૂપિયાનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના ભાજપના તમામ 9 સદસ્યો અને કોંગ્રેસ ના 4 સદસ્યો હાજર રહીને પસાર કરવામાં આવ્યુ હતું. જેમાં ગત બુધવારે યોજાયેલ સામાન્ય સભામાં ભાજપના પ્રમુખ ઉપ-પ્રમુખ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના તમામ 7 સદસ્યો હાજર રહેતાં બહુમતી ના થતાં સામાન્ય સભા રદ કરવામાં આવી હતી.

શુક્રવારે ખાસ મળેલી બીજી સામાન્ય સભામાં અસંતોષી સહિત તમામ ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા. જોકે, કોંગ્રેસના 4 સદસ્યો જ હાજર રહ્યા હતા. અને બજેટ અંગેની ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના સદસ્યોએ પણ ભાજપનો સાથ આપતા બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું. જોકે કોંગ્રેસના સદસ્ય અતુભા મલેકે જણાવ્યું કે, ગત 2017 ના પુર માં સરકાર દ્વારા સુઇગામ તાલુકાના તમામ ખેડૂતોને પાક ધોવાણ અને જમીન ધોવાણ અંગે સહાય આપવામાં આવેલ. જે પૈકી હજુ પણ કેટલાય ખેડૂતો તાલુકા પંચાયતના ચક્કર કાપે છે. તે ખેડૂતોની જે તે સહાય સત્વરે ચૂકવી દેવામાં આવે. જ્યારે અગાઉની ગ્રાન્ટ પેટે 3.28 કરોડની બિનવપરાશ પડેલી ગ્રાન્ટનો તાલુકાના વિકાસ માટે ઉપયોગ થાય તે માટે કોંગ્રેસ સદસ્ય અનસુયાકવર દિગપાલસિંહ ગઢવીએ રજુઆત કરતા આ તમામ બાબતોને લઈ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ 2019નું અંદાજિત બજેટ રજૂ કર્યુ હતું અને ત્યારે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ તમામે આંગળી ઊંચી કરીને બજેટ પસાર કર્યો હતો.