સુઇગામઃ બનાસકાંઠા નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે વાવ અને સુઇગામ તાલુકાની અલગ અલગ માઇનોર, ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં ગાબડાં પડ્યા છે. જેને લઈ લાખો લીટર પાણી વેડફાઈ જવા પામ્યું હતું. અને આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ થઈ જવાનું સામે આવતા નર્મદા વિભાગના અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા
 
સુઇગામઃ બનાસકાંઠા નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે વાવ અને સુઇગામ તાલુકાની અલગ અલગ માઇનોર, ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં ગાબડાં પડ્યા છે. જેને લઈ લાખો લીટર પાણી વેડફાઈ જવા પામ્યું હતું. અને આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ થઈ જવાનું સામે આવતા નર્મદા વિભાગના અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે.

Video:

બનાસકાંઠાના સુઈગામ તાલુકામાંથી પસાર થતી બેણપ ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં આજે ગાબડું પડ્યું હતું. જેને લીધે લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને પડ્યા પર પાડુ જેવો ઘાટ ઘડાયો છે. આ કેનાલમાં જયારે પાણી છોડાય છે ત્યારે ગાબડાં પડી રહ્યાનું સામે આવ્યું છે.

Vedio:

જે માટે અહીંના ખેડૂતો કહી રહ્યા છેકે, કેનાલની હલકી ગુણવત્તાનું અને યોગ્ય કામગીરીને લઈ આ સમસ્યા વારંવાર ઉભી થઈ રહી છે. આથી અહીંના ખેડૂતો નર્મદા વિભાગ સમક્ષ રોષે ભરાયા હતા.

સુઇગામઃ બનાસકાંઠા નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત

ખેડૂતો તો ત્યાં સુધી આક્ષેપો લગાવી રહ્યા છે કે, સફાઈના નામે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ કાગળ ઉપર ઉધારીને ઘર ભેગા કરી દેતા કેનાલની ગુણવત્તા જળવાઈ નથી. અને વારંવાર અમૂલ્ય પાણી વેડફાઈ રહ્યું છે. સાથે આવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો પાણી રોકવામાં અસક્ષમ રહેતા લાચારી અનુભવી રહ્યા છે.